ઉનાઈ ગામની સુપ્રસિદ્ધ વણઝારી વાવનું રિનોવેશન કરવામાં આવ્યું
યાત્રાધામ ઉનાઈ ખાતે આગામી ૨૬મીએ યોજાનાર મુખ્યમંત્રીના કાર્યક્રમની તૈયારી અંગે રાજ્યના પ્રવાસન મંત્રી જીતેન્દ્ર સુખડીયાએ ઉનાઈની મુલાકાત લીધી હતી.
નવસારી જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ ઉનાઈનું હાલ જિર્ણોદ્ધારનું કામ પૂર્ણ થતા આગામી ૨૪,૨૫ અને ૨૬મીએ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. જેમાં ૨૬મીએ રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હાજરી આપવાના હોય વહીવટીતંત્ર દ્વારા પૂરઝડપે તૈયારી ચાલી રહી છે. શુક્રવારે રાજ્યના પ્રવાસન મંત્રી જીતેન્દ્ર સુખડીયાએ ઉનાઈ માતાજીના મંદિરની મુલાકાત લઈ કામની પૂર્વતૈયારીઓની સમીક્ષા કરી હતી.
પૂર્વતૈયારી અંગે પ્રાંત અધિકારી રાજેશ તન્નાએ માહિતી આપી હતી. ઉનાઈ ગામની સુપ્રસિદ્ધ વણઝારી વાવનું રિનોવેશન થતા તેની મુલાકાત પણ લીધી હતી, ત્યારબાદ સ્થાનિકોને મળી કામની ચર્ચા કરી હતી. ગામના વિકાસ થવા સાથે રોજગારીની તકો પણ વધવાનું જણાવ્યું હતું. અધિકારીઓ પાસે ઉનાઈ ખાતે આવેલ ધર્મશાળાઓ અંગે માહિતી મેળવી હતી.