Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Daxin Gujarat >> Latest News >> City Bhaskar Surat
 

મહેકાવી માનવતાની સુવાસ ‘દિલ સે’

 
Source: Bhaskar News, Surat   |   Last Updated 3:37 AM [IST](28/08/2010)
 
 
 
 
 
માય એફએમની દિલ સે કોશિશ, ત્રણ બાળકની ભણતરની લીધી જવાબદારી

માય એફએમ દિલ સેએ નવા પ્રયાસ ‘કોશિશ’ હેઠળ પોતાની ત્રીજી એનિવર્સરીની ઉજવણી કરતાં નવસર્જન ટ્રસ્ટનાં ત્રણ બાળકનાં ભણતરની જવાબદારી એક વર્ષ માટે ઉઠાવી હતી. ત્રણ પૈકી એક બાળકને કેરિયર કોર્સ કરાવડાવી નોકરી અપાવવા સુધીની જવાબદારી રાંદેરની અરિના એનિમેશને ઉઠાવી હતી. માય એફએમની ટીમે ટ્રસ્ટ ખાતે ચેક અર્પણ કર્યા હતા. માત્ર કેક કાપીને ઉજવણી કરવાને બદલે માય એફએમે પોતાની સામાજિક જવાબદારીની પ્રતીતિ આ સાથે કરાવી હતી.

માય એફએમ દિલ સેનાં ૭ રાજ્યનાં ૧૭ સ્ટેશન પર સમાજની કટિબદ્ધતા દર્શાવાઈ રહી છે, જેમાં બાળકોને દત્તક લેવાં, તેમનાં ભરણપોષણનો ખર્ચ ઉઠાવવો, કપડાંલત્તાનો ખર્ચ ઉપાડવો, ભણતરનો ખર્ચ આપવો, ઈલાજનો ખર્ચ આપવો વગેરે સામેલ છે.

દરમહિને કરાશે રિવ્યુ

સુરતમાં નવસર્જન ટ્રસ્ટમાં રહેતાં અને ધોરણ-૮માં ભણતી રંજિતા અને ધોરણ-૭માં ભણતા પ્રદીપના એક વર્ષના ભણતરનો ખર્ચ ઉપાડતાં તેઓની આંખોમાં આગળ ભણવાની તમન્ના જાગી હતી, જ્યારે ધોરણ-૩માં અભ્યાસ કરતો થોમસ પણ ખૂબ જ ઉત્સાહિત જણાયો હતો.

આ બાળકોનાં પરિવારની સ્થિતિ એવી છે કે તેઓ અભ્યાસનો તો શું તેમના નિભાવનો પણ ખર્ચ ઉઠાવી શકે એમ નથી. તેમની આ આર્થિક સમસ્યાને ધ્યાનમાં લઈ માય એફએમે માત્ર ચેક આપી છૂટું નહીં થાય પણ દર મહિને રિવ્યુ કરી બાળકોની ખરી જરૂરિયાતને સમજશે અને તેને પૂરી કરશે. જેને મદદ કરાઈ છે તે રંજીતાની માતા ઘરકામ કરીને ગુજરાન ચલાવે છે.

જ્યારે પ્રદીપના પિતા માત્ર ૨પ૦૦ રૂપિયામાં વોચમેનની ફરજ બજાવે છે. તો થોમસના પિતા ટીબીની બિમારીથી પિડાઈ રહ્યા હોઈ તે રેગ્યુલર કામ કરી શકતા નથી. જેથી તમામ બાળકો નવસર્જન ટ્રસ્ટ મારફત અભ્યાસ કરી રહ્યા છે. જેમાં એક વર્ષ માટે માય એફએમ પણ સહભાગી થયું છે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
9 + 3


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.