Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Daxin Gujarat >> Vishesh
 

વલસાડ જિલ્લા-સંઘપ્રદેશના વિકાસને વેગ આપવા શરૂ થશે ઝુંબેશ

 
Source: Bhaskar News, Valsad   |   Last Updated 3:33 AM [IST](17/02/2011)
 
 
 
 
 
ગુજરાતની જનતાના સ્નેહના સિંચનથી વિકસીને વટવૃક્ષ બનેલું દિવ્ય ભાસ્કર નવી તાજગી, નવા આયામ, નવા રૂપરંગ સાથે નવપલ્લવિત થઇને આપની સમક્ષ આજથી રજુ થઈ રહ્યું છે. વાપી અને વલસાડ વચ્ચે પારડીમાં અધ્યતન ટેક્નોલોજીથી સજ્જ પ્રિન્ટિંગ યુનિટમાં દિવ્ય ભાસ્કર પ્રસિદ્ધ થશે.

આજથી ૧૬ પાનાનું સંપૂર્ણ અખબાર આપની સમક્ષ આવી રહ્યું છે. આ અખબારમાં વાચકોની અપેક્ષા મુજબ નવી રાઇટિંગ સ્ટાઇલથી સમાચારોનું કવરેજ અને પ્રેઝન્ટેશન વધુ રોચક, સરળ અને વધુ માહિતીસભર બનાવાઇ રહ્યું છે. જે હવે પછી આપને જોવા મળશે.

પ્રજાના અવાજને ઉઠાવતા સંશોધનાત્મક ડીબી ગોલ્ડ સહિત યુવાનો, કળા, સાહિત્ય વગેરેના નવા વિભાગો શરૂ થઈ રહ્યાં છે. વલસાડ જિલ્લા અને સંઘપ્રદેશમાં વિકાસ દેખાય છે, પરંતુ આ વિકાસ હજુ પણ સંતોષકારક નથી. ધરમપુર, કપરાડા અને ઉંમરગામ તાલુકા તથા દાદરા નગર હવેલીના અંતરિયાળ વિસ્તારમાં હજુ વિકાસનાં ફળ પહોંચ્યાં નથી.

આ વિસ્તારના વિકાસને વેગ મળે તે માટે તેની સમસ્યાઓ અને પ્રશ્નોને વેધક રીતે વાચા આપી તેના ઉકેલ માટે પ્રયત્ન કરી દિવ્ય ભાસ્કર વિકાસલક્ષી પત્રકારત્વને વધારે સંગીન બનાવવા જઈ રહ્યું છે.

વિકાસનગરી વાપી, વલસાડ, સેલવાસ, દમણ, પારડી, ઉંમરગામ અને ધરમપુર સહિત સમગ્ર વલસાડ જિલ્લો અને સંઘપ્રદેશની વિકાસપ્રેમી જનતાના દરબારમાં આ નવું નજરાણુ રજુ કરતા અમને અનેરો આનંદ થઈ રહ્યો છે. સુરતથી પ્રકાશિત થતાં દિવ્ય ભાસ્કરને અહીંની પ્રજાને સાત વર્ષથી પોતાના હૃદય સિંહાસને બેસાડ્યું હતું, ત્યારે હવે અમે અહીંની પ્રજાની વધુ નજીક આવી રહ્યા છીએ.

વાપી-વલસાડ અને સંઘપ્રદેશની જનતાએ દિવ્ય ભાસ્કરને દિલથી વધાવ્યું છે, તેના ઓવારણા લીધા છે તે બદલ અમે કૃતજ્ઞ છીએ. ભાસ્કર જુથના વિશાળ ન્યૂઝ નેટવર્કથી આપનું માનીતું અખબાર આંતરરાષ્ટ્રીય કક્ષાનું બન્યું છે. તેમાં આપ સૌ વાચકોનો ફાળો અદ્રિતીય છે. આ તકે સમગ્ર વલસાડ જિલ્લો અને સંઘપ્રદેશની પ્રજાના હિતોની ખેવના કરવાની, જનતાની સમસ્યાઓ, પ્રશ્નો અને વેદનાને વાચા આપવાની પ્રતબિદ્ધતા અને આ વિસ્તારને વિકાસના પંથે આગળ વધારવાની મક્કમ કટિબદ્ધતા દોહરાવીએ છીએ.

દિવ્ય ભાસ્કર માત્ર નામ માટે તમારી નજીક આવ્યું નથી, પરંતુ તે તમને પરિવર્તનનો અહેસાસ થાય તેવું કામ પણ કરી બતાવશે. નવપ્રસ્થાનની આ ઘડીએ અમારા સૌ વાચક મિત્રો, વિતરકો અને વિજ્ઞાપનદાતાઓનો આભાર માનવાની સાથે જ, આવનારા સમયમાં આપનો સવાયો સહકાર મળશે તેવી અપેક્ષા પણ અસ્થાને નહીં જ ગણાય.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
4 + 8


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
Jism 2
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.