શહેરની સી.કે. પીઠાવાલા કોલેજ કેમ્પસ ખાતે ગુરુવારે એક અલગ જ થ્રિલ જોવા મળ્યો હતો, જેમાં એન્જિનિયરિંગના વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ ડાન્સ, સિંગિંગ અને ફેશન શોમાં જબરદસ્ત પરફોર્મન્સ રજુ કર્યું હતું. તો કેટલાક વિદ્યાર્થીઓએ પોતાના ટેલેન્ટ અને ક્રિએટિવિટીને સ્ટેજ પર પ્રદર્શિત કરી હતી.
‘દિવ્ય ભાસ્કર’ અને એરટેલ દ્વારા આયોજિત એરટેલ કેમ્પસ જંગ કોમ્પિટિશનનો ગુરુવારે પાંચમો રાઉન્ડ યોજાયો હતો. જેમાં ડાન્સ, સિંગિંગ, ફેશન શો, એરટેલ ડ્યુડ એન્ડ ડીવા અને એડ્મેચ કોમ્પિટિશન યોજાઈ હતી, જેમાં કોલેજના વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ પોતાની ક્રિએટિવિટી અને ટેલેન્ટ રજુ કર્યા હતાં. કેટલાક વિદ્યાર્થીઓએ જુની તેમજ નવી ફિલ્મોનાં ગીતોના સૂર રેલાવ્યા હતા તો કેટલાક વિદ્યાર્થીઓ ડી.જે.ના તાલે ઝૂમ્યા હતા.
આગામી દિવસોમાં શહેરના ઘોડદોડ રોડસ્થિત રજિન્ટ મોલ ખાતે ‘એરટેલ કેમ્પસ જંગ’કોમ્પિટિશન યોજાશે. કોમ્પિટિશનમાં સિંગિંગ, ડાન્સ, ફેશન શો, એડ્મેચ, એરટેલ ડ્યુડ એન્ડ ડિવા સ્પર્ધા યોજાશે. સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓ ૯૮૯૮૭ ૮૦૦૦૮ ઉપર નામ નોંધાવી શકે છે.