૨૪મી જુલાઇના રોજથી આરોપી દારૂડીયો ભાઇ નાસતો ફરતો હતો
ભરૂચની અયોધ્યાનગર ઝુપડપટ્ટીમાં રહેતાં દારૂડીયા ભાઇ પોતાની સગી બહેન પર પાશવી બળાત્કાર ગુજારી નાસી છુટ્યો હતો. મંગળવારે બળાત્કારી ભાઇ ભરૂચમાં આવતાં એ ડિવિઝન પોલીસે તેને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.
ભરૂચ શહેરની અયોધ્યાનગર ઝુપડપટ્ટી ખાતે રહેતા રાધેશ્યામ વસાવા તેમના ત્રણ પુત્રો અને બે પુત્રી સાથે રહેતાં હતાં. તા.૨૪મી જુલાઇના રોજ તેમના મોટા પુત્ર સુશીલે ઘરમાં તેની સગી નાની બહેન એકલી હોઈ તેના પર જ દાનત બગાડી હતી. નરાધમે મકાનનો દરવાજો અંદરથી બંધ કરી દારૂના નશામાં પોતાની સગીબહેનનું મોઢુ દબાવી દઈ પાશવી બળાત્કાર ગુજાર્યો હતો.
વાસના સંતોષ્યા બાદ નરાધમ સુશીલ તેની બહેનને કણસતી મુકી ત્યાંથી નાસી છુટ્યો હતો.જે અંગે ભરૂચ એ.ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કાર ગુજારી નાસી છુટેલા સુશીલને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતાં.
દરમિયાન ફરાર સુશીલ મંગળવારે મથુરાથી ભરૂચ પરત આવ્યો હોવાની માહિતી પોઇ એ એમ પરમારને મળતાં પોલીસે સમી સાંજે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.