વાપી-સેલવાસ રોડ પર આવેલાં ૩ કોમર્શિયલ કોમ્પલેકસમાં તાળા તોડી તસ્કરો અંદાજે ૭૫૦૦૦ની મતા ચોરી કરી ગયા
વાપીસેલવાસ રોડ પર આવેલા ત્રણ કોમર્શિયલ કોમ્લપેક્ષમાં ગુરૂવારની રાત્રિએ તસ્કરોએ તરખાટ મચાવી કુલ ૧૨ ઓફિસ અને દુકાનના તાળા તોડી અંદાજે ૭૫ હજારની મત્તા ચોરી કરી ગયા હતા.
સેલવાસ રોડ પર કોપરલી સર્કલ પાસે આવેલા જે.કે. ચેમ્બર્સમાં ૬ ઓફિસના તાળા તૂટયા હતા. જેમાં પ્રિતી એડસ, રચના એજન્સી અને પ્રકાશ કોર્પોરેશનમાં તાળા તૂટયાહતા. આ ઉપરાંત જીઆઇડીસી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા સ્કાયલોનની ત્રણ ઓફિસના તાળા તૂટયા હતા.
સહારા માર્કેટ અને નેશનલ ટાયર મળી તસ્કરોએ કુલ ૧૨ જેટલી ઓફિસ અને દુકાનના તાળા તોડીને તરખાટ મચાવ્યો હતો. જો કે, આટલી માત્રામાં તાળા તૂટયા હોવા છતાં વાપી ટાઉન પોલીસે મોડી સાંજ સુધી ફરિયાદ લેવાની પણ તસ્દી લીધી ન હતી.
છીરીમાં ઘરફોડ ચોરી
વાપી નજીકના છીરી ગામે ગુરૂવારની રાત્રિએ તસ્કરો જીતેન્દ્ર ભાણા માહ્યાવંશીના ઘરમાં પ્રવેશી કબાટમાંથી રોકડા ૩ હજાર, દાગીના, બે કેમેરા મળી કુલ ૪૯ હજારની ચોરી કરી ગયા હતા. વાપી જીઆઇડીસી અંબામાતા મંદિરના પાછળના ભાગે રહેતા ચિંતામણી નાનાજી પાલાન્ડેની બજાજ પલ્સર બાઇકની ચોરી થઇ હતી.