ડભોઈનાં નડા ગામે યુવાનનાં લગ્ન પ્રસંગમાં 'ચાંલ્લો સ્વીકાર્ય નથી સેવાકીય પ્રવૃત્તિ સ્વીકાર્ય છે’ના વિચારને અમલી બનાવી રક્તદાન શિબીર યોજાઇ હતી. જેમાં ૨પ યુનિટ એકત્રિત કરી જૂના રીવાજોની વચ્ચે નવો ચીલો ચાતરી વરરાજા સહીત મહિલાઓ અને યુવાનોએ લોહી આપી લગ્ન યાદગાર બનાવ્યું હતું.
ડભોઈ તાલુકાનાં નડા ગામનાં મૂળ વતની અને હાલ વડોદરા રહી આર.ટી.ઓ.માં ફરજ બનાવતો રાજેન્દ્રકુમાર રણછોડભાઈ પટેલ(આર.આર. પટેલ)નાં ૨૪ વર્ષીય પુત્ર અંકિત વડોદરા મુકામે આવતી કાલે જાન લઈ જઈને પ્રભૂતામાં પગલાં માંડનાર છે. ત્યારે નડામાં મંડપ મુહૂર્ત, ગણપતિ પુજન અને ગ્રહશાંતીની સાથે સાથે લગ્ને યાદગામ બનાવવા માટે રક્તદાન શિબિર રાખવામાં આવી હતી.
સ્વાભાવિક રીતે લગ્નમાં ચાંદલો સ્વીકારવામાં આવે પરંતુ અહીં જે ચાંદલાનું પુછે તેને (સ્વામીનારાયણ મંદિરે ચાંદલો લેવાય છેનું કહેવાય છે. મહેમાને ચકીત થઈ જતાં ગ્રાહશાંન્તી જમણવાર અહીં અને ચાંલ્લો ત્યાં? મશ્કરી ન કરો સાચું કહો નો ઉલટ સવાલ પૂછતાં તેઓ કહેતાં અમોએ લગ્નમાં નવી પ્રથા શરૂ કરી છે.ચાંદલાના સાથે હવે લોહિ લેવાશે. જે માટે રક્તદાન શિબીર ગોઠવાઇ છે. જેમાં એક યુનિટ રક્તદાન કરવા અપીલ કરાઇ હતી.
આ બ્લડ ડોનેશન કેમ્પમાં પ્રથમ બોટલ વરરાજા અંકિતે આપી આ કેમ્પનાં શ્રી ગણેશ કર્યા હતા. એટલું જ નહી તેનાં પિતા-માતા-કાકા-મિત્રો-મહેમાનોએ મળી કુલ ૨પ યુનિટ બ્લડનું ડોનેશન લગ્ન ટાણે જ આપી દીધું હતું.આ અંગે વરરાજા અંકિતને પુછતાં તેણે જણાવ્યું હતું કે લગ્ન ટાણે જ ચાંલ્લો નહી સ્વીકારી સમાજને કાંઈક નવી ભેટ આપવાનો વિચાર તેનાં પિતા રાજેન્દ્ર પટેલને આવ્યો અને બન્ને બાપ-બેટા સાથે બેસીને નિર્ણય લીધો હતો. પૈસે ટકે સુખી છે ત્યારે લન્નને યાદગાર બનાવવા માટે અને સમાજમાં એક નવો ચીલો પડે તે હેતુંથી લગ્ન ટાણે જ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે. વધુમાં પિતા રાજેન્દ્રકુમારે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે લગ્ન પ્રસંગે જ સમાજ, સગાસબંધી, મિત્રમંડળ સૌ એકત્ર થતાં હોઈ આનાથી સેવા માટે ઉત્તમ અવસર બીજો કયો હોઇ શકે.