-કિશોરી પાંચમી ફેબ્રુઆરીનાં સાંજનાં પ કલાકે દેવ નદીએ પાણી ભરવા ગઈ હતી
-કિશોરીનાં દાદા અવાજ સાંભળી પહોંચી જતાં તેને આબાદ બચાવ થઈ ગયો
ડભોઈનાં કરાલી ગામે પાંચમી ફેબ્રુઆરીએ સાંજે દેવ નદીએ પાણી ભરવા ગયેલી ૧૩ વર્ષીય કિશોરીને એનાં જ વિસ્તારમાં રહેતો યુવાન પાછળ જઈ એકલતાનો લાભ ઉઠાવી નદીનાં કોતરોમાં ખેંચી જઈ બળાત્કારની કોશિષ કરી હતી. સદનસીબે દાતણ કાપવા ત્યાં જ ગયેલા કિશોરીનાં દાદા અવાજ સાંભળી પહોંચી જતાં તેને આબાદ બચાવ થઈ ગયો હતો. ત્યાં ૨૦ વર્ષીય યુવાને આ વાત કોઈને કરશો તો જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. આ અંગે ડભોઈ પોલીસમાં ફરિયાદ થતાં તપાસ હાથ ધરી છે.
કરાલી ગામે રહેતી ૧૩ વર્ષીય કિશોરી પાંચમી ફેબ્રુઆરીનાં સાંજનાં પ કલાકે દેવ નદીએ પાણી ભરવા ગઈ હતી. આ સમયે તેનાં ઘર નજીક જ રહેતો એક તરફી પ્રેમ કરતો ૨૦ વર્ષીય રાજુભાઈ રતીલાલ વસાવા તેની પાછળ ગયો હતો. નદી ઉપર તેની એકલતાનો લાભ લઇ મેળવવા રાજુ વસાવાએ તેણીનીનો હાથ ખેંચી કોતરોમાં લઈ જઇ બદકોમની તૈયારીમાં હતો. ત્યારે કિશોરીની બૂમરાણ સાંભળીનેદાતણ કાપવા સીમમાં આવેલા તેણીનાં દાદા દોડી આવ્યા હતા. તેમણે છેડછાડ કરતા રાજુ વસાવાની ચુંગાલમાંથી પૌત્રીને છોડાવતાં રાજૂએ દાદા અને કિશોરીને આ વાત જો ગામમાં કોઈને કરી તો જાનથી મારી નાંખીશની ધમકી આપી હતી. પરંતુ કિશોરીનાં પિતાએ ડભોઈ પોલીસમાં આવી રાજુ વસાવા વિરુદ્ધ ફરિયાદ કરતા પોલીસે તેને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.