મહિલા ઉપર હુમલો થતાં બચાવવા આવેલો યુવકપણ ઇજાગ્રસ્ત થયો
કપરાડા તાલુકાના બારપુડા ગામ ખાતે બુધવારે સવારે કામઅર્થે જઇ રહેલી એક મહિલા ઉપર બાજુના જંગલમાંથી ધસી આવેલા દીપડાએ હુમલો કરતા મહિલાને ગંભીર ઇજા થઇ હતી. મહિલાને બચાવવા આવેલા અન્ય એક યુવક ઉપર પણ દીપડાએ હુમલો કરતા તેને પણ ગંભીર ઇજા થઇ હતી.
કપરાડા તાલુકાના બારપુડા ગામે રહેતા ગોકળીબેન મનહર ગવળી (ઉ.વ.૩૦) બુધવારે સવારે કામઅર્થે પોતાના ગામ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે માર્ગની બાજુમાં આવેલા જંગલમાંથી ધસી આવેલા દપીડાએ તેમના ઉપર હુમલો કરતા મહિલાને થાપના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી.
એ સમયે પસાર થઇ રહેલા ગામના બાબુ મોતીરામ હરડાલી (ઉ.વ.૪૦) આ દ્રશ્ય જોઇ મહિલાને બચાવવાનો પ્રયાસ કરતા તેમની ઉપર પણ દપીડાએ હુમલો કરતા પગના ભાગે દપીડાએ બચકુ ભરતા બંનેને કપરાડાની સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે દાખલ કરાયા હતા. (ફાઇલ ચિત્ર)