Follow us on    | Archives | E-Paper
 
Advertisement
 
 
 
Thursday, July 29, 2010 02:25 [IST]
 

ઉત્તરપ્રદેશથી ભાગેલાં પ્રેમી પંખીડાં વાપીમાં ઝડપાયાં

Source: Bhaskar News, Vapi   |   Last Updated 2:57 AM [IST](29/07/2010)
Comment| Share
 
 
 
 
 
વાપી રેલ્વે સ્ટેશન સ્થિત જીઆરપી પોલીસે ઉત્તર પ્રદેશથી ભાગી આવેલા પ્રેમ પંખીડાને ઝડપી પાડી તેમના પરિવારજનોને સુપરત કર્યાં હતા. યુવક છેલ્લાં બે મહિનાથી ગુમ થયો હોવાની ફરિયાદ પણ યુપીના પોલીસ મથકમાં યુવકના પરિવારજનોએ નોંધાવી હતી.

વાપી રેલ્વે સ્ટેશને મંગળવારે બપોરે મુંબઇથી પોરબંદર જતી ટ્રેનમાં વાપી સ્ટેશનેથી શરૂ થયેલ ટ્રેનમાં યુવક ચઢી જતાં યુવતી ચાલુ ટ્રેનમાં ચઢી શકી ન હતી. યુવક ટ્રેનમાં ચઢી જતાં સાથે આવેલી યુવતીએ રડવાનું શરૂ કરી દેતા ભીડ જમા થતાં જીઆરપી વાપીના એએસઆઇ એમ. લીબાચીયાએ યુવતીને શાંતવના આપી પૂછપરછ કરતાં બન્નેએ ઘરેથી છેલ્લાં બે મહિનાથી ભાગી જઇ લગ્ન કરી લીધા હતા. અને વાપી આવી ચણોદ ખાતે રહેતા હતા. અને મંગળવારે વાપીથી સૌરાષ્ટ્ર ટ્રેનમાં જઇ રહ્યાં હતાં.

જીઆરપીના એએસઆઇએ યુવતીની વધુ પૂછપરછ કરતા ટ્રેનમાં ચઢી ગયેલા તેના સાથી યુવકનો મોબાઇલ નંબર લઇ યેનકેન પ્રકારે શીફતપૂર્વક યુવક સાથે વાત કરી અને યુવતીને ફોન આપી અને પરત વાપી બોલાવ્યો હતો. અને બન્નેની પૂછપરછ કરતાં યુવકે પોતાનું નામ મહોમંદ અશદ કરમ હુસેન અને સાથી યુવતીનું નામ નશીમા ખાતુન હોવાનું જણાવી તેમણે લગ્ન કરી લીધા હોવાનું મોલવીનું નીકાહ નામું અને ઉંમરની એફિડેવીડ સાથેના સ્ટેમ્પ પેપર બતાવ્યા હતા.

વધુમાં આ યુવકે જણાવ્યું કે બે મહિનાનું રૂમનું ભાડું માલિકને ન અપાતા તેઓ ચૂપચાપ ત્યાંથી નીકળી વાપી સ્ટેશને આવી પહોંચ્યા હતા. જોકે રૂમ માલિક બન્ને શોધતા સ્ટેશને આવી પહોંચતા ભાડું આપવાની અને માર મારશેની ડરને લઇ પોતે ટ્રેનમાં ચઢી ગયો હતો.

પોલીસે બન્નેને ચોકીમાં બેસાડી શીફતપૂર્વક પરિવારજનોના ફોન નંબરો મેળવી તેમને મોબાઇલ ફોન કરતાં યુવકના પિતાનો સંપર્ક થયો હતો. યુવકના પિતાએ તેનો પુત્ર છેલ્લાં બે મહિનાથી ગુમ થયા હોવાનું અને તેમના યુ.પી.ના વતનના પોલીસ મથકમાં નોંધ પણ કરી હોવાનું અને હાલે તેઓ મુંબઇ હોવાનું જણાવ્યું હતું.

વાપી જીઆરપીના એએસઆઇ એમ. લીમ્બાચીયાએ જણાવ્યું કે યુવક-યુવતી પાસે લગ્ન કરી લીધાનું નિકાહનામું, એફિડેઇડ સાથેના દસ્તાવેજો હતા. મોડી સાંજે યુવકના પરિવારજનો વાપી આવી પહોંચતા બન્નેને પરિવારજનોને સોંપી દીધા હોવાનું જણાવ્યું હતું.
 
 
 
 
 
 
Bookmark
share
 
 
Your Feedback
 
Name:
Email:
Choose your language:
 
Comment:
Code:

 
 
Advertisement
     
 
 
 
Advertisement




Copyright © 2009-10 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.