‘દિવ્ય ભાસ્કર’ અને એરટેલ દ્વારા આયોજિત એરટેલ કેમ્પસ જંગનો ન્યૂટ્રલ રાઉન્ડ શુક્રવારે ઘોડદોડ રોડસ્થિત રિજન્ટ મોલમાં યોજાયો હતો, જેમાં અલગ અલગ કોલેજના વિદ્યાર્થીઓએ સિંગિંગ, ડાન્સ, ફેશન શો જેવી કોમ્પિટિશનમાં ભાગ લઈ પોતાની ટેલેન્ટ અને ક્રિએટિવિટી રજુ કરી હતી. હવે આગામી દિવસોમાં ફાઈનલ રાઉન્ડ યોજાશે, જેમાં ઈન્ટર કોલેજ ચેમ્પિયન કોણ તે નક્કી થશે.