વિવિધ પડતર પ્રશ્નો અંગે રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરાયું
નર્મદા જિલ્લાની આંગણવાડી મહિલા કાર્યકરોએ શુક્રવારે પોતાના પડતર પ્રશ્નો અંગે રાજપીપળામાં વિશાળ રેલી કાઢી સુત્રોચ્ચાર સાથે જિલ્લા સેવાસદનમાં પહોંચી કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું.
નર્મદા જિલ્લામાં આંગણવાડી મહિલા કાર્યકરો રાજ્ય સરકારની તમામ યોજના ગામેગામ પહોંચાડી યોજનનાનો લાભ અપાવાનું કામ કરે છે. પરંતું પોતે જ સરકારી લાભથી વંચિત છે. સરકારી લાભો આપવાની માંગણી સાથે નગરના રાજમાર્ગો પરથી રેલી કાઢી હતી.રેલી કલેક્ટર કચેરીએ પહોંચી હતી.જ્યાં કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું.
આવેદનપત્રમાં કરવામાં આવેલી રજુઆત મુજબ સુપરવાઇઝર મહિલાઓની ભરતી ૧૦૦ ટકાના ધોરણે માત્ર મહિલા કાર્યકરોમાંથી જકરવી જોઇએ. હેલ્પર મહિલાઓને કાર્યર્તાની જગ્યાએ બઢતી આપવા, માનદ વેતન તા. ૧થી ૧૦ સુધીમાં આપવાતેમજ બજારભાવે મસાલાના બિલની ચુકવણી કરવા, નિવૃત આંગણવાડી કાર્યકર મહિલાઓને સરકારી ધોરણે પેન્શન આપવા અને સરકાર દ્વારા નક્કી કરાયા મુજબ નિવૃતિ વેળા રૂપિયા ૧.૭૫ લાખ જેવી માંગણીઓનો સમાવેશ થાય છે.