સવિતાબેનના મૃતદેહનો નિકાલ કરવાના મામલે અવઢવમાં મુકાયેલી પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે. પરંતુ આ કેસમાં હજુ સુધી પિતા-પુત્રી સામે કોઈ ગુનો દાખલ કરવામાં આવ્યો નથી.
આ ઘટનાનો કાયદાની દ્રષ્ટિએ મૂલવતા વલસાડ જિલ્લા વકીલ વિકાસ મંડળના પ્રમુખ પી.ડી.પટેલે કાયદાની જોગવાઈઓ અંગે જણાવ્યુ કે, જો કોઈના મોત બાબતે પોલીસ કે પ્રજાને શંકા હોય તો તેવા કિસ્સામાં પૂરાવાનો નાશ કરવા બાબતે આઈપીસી કલમ ૨૦૧ મુજબ ગુનો દાખલ કરી શકાય. આ સિવાય પરિવારના કોઈ સભ્યનુ સારવારના અભાવે મૃત્યુ થાય તો તેવા કેસમાં બેદરકારી દાખવવા બદલ આઈપીસી ૩૦૪(અ) મુજબ ગુનો દાખલ થઈ શકે. આ સાથે જાહેર ન્યુશન્સનો ગુનો પણ સીઆરપીસી કલમ ૧૩૩ મુજબ દાખલ થઈ શકે છે.
મરનારનું મોત કઈ રીતે થયું તે FSLના રિપોર્ટથી જાણી શકાશે
તપાસ દરમિયાન શરીરના વિવિધ અંગોના નમૂના લઈ પરિક્ષણ માટે લેબમાં રવાના કરાયા છે. જેના આધારે એવુ જાણવા મળી શકે મરનારનુ મોત ઝેર આપીને થયુ છ ેકે ઈજા કરવાથી થયુ છે કે પછી કુદરતી રીતે થયુ તે બાબત જાણી શકાશે. જો કે લાશ ડિ કંપોઝસ્ટ થઈ ગઈ હોવાથી કેટલાક પૂરાવા મળ્યા નથી. જો કે હાલ એકત્ર કરેલા પૂરાવાને ધ્યાનમાં લઈ સવિતાબેનના મોતની સ્થિતિ જાણી શકાશે. ડી.બી. પટેલ, અધિકારી, એફએસએલ
આવું કૃત્ય માનસિક રીતે વિકૃત વ્યક્તિ કરી શકે
મૃતદેહના અંગોને છુટા પાડી તેના ઘરના પરિવારના જ સભ્યો દ્વારા સળગાવવાના કેસમાં આ પ્રકારનુ કૃત્ય કરનાર કે તેમાં સામેલ થનાર માનસિક રીતે વિકૃત કહી શકાય. આ કેસમાં અંધશ્રધ્ધાને બાજુએ મુકીએ તો, સાઈકોલોજીકલ રીઝન ચકાસવું જરૂરી હોય છે. ડૉ.જયોતિબેન જોષી, સાઈકોલોજિસ્ટ, વલસાડ
બનાવ કઈ રીતે બન્યો તે જાણવું પોલીસ માટે જરૂરી
એફએસએલ અને સિવિલના તબીબોની પેનલના રિપોર્ટ આવ્યા બાદ પોલીસ ચોક્કસ નિષ્કર્ષ ઉપર આવી શકશે. જેથી આ કેસમાં પોલીસ તમામ દિશામાં તપાસ કરી રહી છે. સવિતાબેનનુ મોત કઈ રીતે થયુ તે જાણવુ જરૂરી છે ત્યારબાદ પોલીસ જરૂરી કાર્યવાહી કરશે. હાલ મગન રાણા અને કૌશિકાને સાથે રાખી તપાસ ચાલી રહી છે. અજય ગખ્ખર, ડીવાયએસપી, વલસાડ
મણકાના આધારે હાડકા માણસના હોવાનું પૂરવાર થયું
મગનભાઈએ પત્ની સવિતાબેનના શરીરના કેટલાક અંગો સળગાતા જેની તીવ્ર દુર્ગંધ આવતા પોલીસ આવી પહોંચી હતી. બાદમાં એફએસએલ અને સિવિલના મેડિકલ અધિકારીઓએ તપાસ કરતા હાડકાં બિલાડીના નહીં, પરંતુ મનુષ્યના હોવાનું જાણવા મ¬યું હતું. જે અંગે ટાઉન પીઆઈ એમ.જે.ડાભીએ જણાવ્યું કે, રાખમાંથી માણસના શરીરના મણકા મળી આવતા આ હાડકા બિલાડીના નહિ,પરંતુ માણસના હોવાનું પૂરવાર થતા પોલીસે તપાસ શરૂ કરી હતી.