Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Daxin Gujarat >> Latest News >> Navsari
 

નવસારીની લકઝરી બસને ઔરંગાબાદ નજીક અકસ્માત

 
Source: Bhaskar News, Navsari   |   Last Updated 12:26 AM [IST](30/10/2011)
 
 
 
 
Advertisement
 
સ્થાનિકોનો બસ ઉપર પથ્થરમારો બસના ડ્રાઈવરને માર માર્યો

નવસારીના સિંધી કેમ્પમાંથી ઔરંગાબાદ નજીક ગયેલ લકઝરી બસનો રિક્ષા સાથે અકસ્માત થયો હતો. અકસમાતને કારણે સ્થાનિક રહીશો ઉશ્કેરાતા બસ ઉપર પથ્થરમારો કર્યો હતો. ત્યારબાદ ડ્રાઈવર બસમાંતી બહાર કાઢી માર માર્યો હતો. આ અંગે પોલીસને બોલાવાતા બસને કબજે લઈ મુસાફરોને અન્ય બસ ભાડે કરી નવસારી આવવા રવાના થયા હતા.

મહારાષ્ટ્રના ઔરંગાબાદ-નાંદેડથી થોડે દુર આવેલ હજુરસાહેબ સિંધીઓ માટે પવિત્ર યાત્રા સ્થળ છે. આ પવિત્ર સ્થળે દર્શન કરવા નવસારીના સિંધી કેમ્પમાંથી બે લકઝરી બસમાં મોટીસંક્યામાં સિંધીઓ ગયા હતા. શુક્રવારે આ બેમાંની એક લકઝરી ઔરંગાબાદ નજીક હાઈવે ઉપરથી પસાર થઈ રહી હતી ત્યારે એક રિક્ષાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર ત્રણ જણાને ગંભીર ઈજા થઈ હતી. આ સમયે સ્થાનિક રહીશો એકત્રિત થઈ ગયા હતા. આક્રોશિત સ્થાનિક રહેવાસીઓએ પથ્થરમારો કરી લકઝરી બસને નુકસાન પહોંચાડ્યું હતું તથા બસના ડ્રાઈવરને માર માર્યો હતો.

અકસ્માતને લઈ સ્થાનિક પોલીસે બસને કબજે લીધી હતી તથા ઈજાગ્રસ્ત ડ્રાઈવરને સ્થાનિક દવાખાનામાં સારવાર અર્થે દાખલ થવાની ફરજ પડી હતી. આ અંગે નવસારી સિંધી કેમ્પ સ્થિત મુકેશભાઈ મહારાજના જણાવ્યા મુજબ અકસ્માતગ્રસ્ત લકઝરી બસમાં સવાર નવસારીના સિંધી ભાઈ-બહેનો સહીસલામત છે અને અન્ય એક બસ ભાડે કરી નવસારી આવવા રવાના પણ થઈ ગયા છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
9 + 10


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

Jism 2
उफ ये गरमी....!
 
 
 
 
|  
|  
 


Group Sites: Dailybhaskar.com|Dainikbhaskar.com|Divya Marathi|Business Bhaskar|MyFM

Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.