ચીખલી ખૂંધ ખાતે ૯.૨૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલી આદર્શ નિવાસી શાળા અને હોસ્ટેલનું લોકાર્પણ સોમવારે વનમંત્રી મંગુભાઈ પટેલે કહ્યુ હતું. તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રીનું હેલિકોપ્ટર આદિવાસી પાયલોટ લઇને આવશે.
તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર વનવાસીઓના સવર્ધન વિકાસ માટે સતત મથામણ કરે છે. પાંચ વર્ષમાં ૬૦૦૦ કરોડ ફાળવ્યા હતા. આ વર્ષે ૪૧૦૩ કરોડની જોગવાઈ કરી છે. આજે ગુજરાતના ૧૧ આદિવાસી યુવકો પાયલોટની તાલીમ લઈ રહ્યા છે અને આવનારા દિવસોમાં મુખ્યમંત્રીનું હેલિકોપ્ટર પણ આદિવાસી પાયલોટ લાવશે.
સાંસદ કાનજીભાઈ પટેલે વાલી-વિદ્યાર્થીઓને જાગૃતિ કેળવી અભ્યાસ કરે તેવો અનુરોધ કર્યો હતો. આદિજાતિ નાયબ સચિવ જયોતિબેન પટેલ અને મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા.
કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા લોકનૃત્ય, ડાંગી નૃત્ય, મરાઠી નૃત્ય, ગરબો રજુ કરી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
આ પ્રસંગે ધારાસભ્ય નરેશ પટેલ, લક્ષ્મણ પટેલ, પ્રદેશ ભાજપ મંત્રી અમીતાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.