મહિધરપુરામાં આવેલી છાપરિયા શેરીમાં પ્રસિદ્ધ એપાર્ટમેન્ટમાં રહેતા વિશાલ સુનીલકુમાર વૈધ્યએ ગોપીપુરા હનુમાન ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે નિમેષ નામનો એક ઇસમ તેમની પાસે આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે, તું મારી સાળી સાથે પ્રેમ સંબંધ ધરાવે છે. આવું કહી તેણે સીધો હુમલો જ કરી દીધો હતો. નિમેષે કમરમાંથી પટ્ટો કાઢ્યો તેનાથી માર માર્યો હતો. આ હુમલામાં પટ્ટાની કડી વિશાલભાઈના માથામાં વાગી ગઈ હતી. જેના કારણે તેમના માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. બનાવ અંગે પોલીસે તપાશ શરૂ કરી છે.