આકૃતિ પર જો ધ્યાન કેન્દ્રિત કરો બેથી ત્રણ માર્ક્સ બેઠાં મળે સાયન્સમાં સતત ધ્યાન રાખવું જોઇએ રોજના બે પાઠ મોઢે કરતો હતો
ર્બોડની પરીક્ષાના પરિણામમાં જો મેરિટ ઊંચુ લાવવું હોય તો વિજ્ઞાન સૌથી સારો વિષય છે. થીયરી અને પ્રેક્ટિલની સાથે માર્ક્સ મેળવવા માટેનો સરળ વિષય છે. વિદ્યાર્થીઓનો વિજ્ઞાન ફેવરિટ વિષય હોય છે.
વિજ્ઞાનના પેપરમાં વિદ્યાર્થીઓએ જે આખું વર્ષ મહેનત કરવી જોઇએ. છેલ્લી ઘડીએ વિદ્યાર્થીઓએ રોજની ત્રણ કલાક આપવી જરૂરી છે. વિજ્ઞાનમાં ખાસ કરીને જો માર્ક્સ સ્કોર કરવા હોય તો આકૃતિ પર વધારે ધ્યાન આપવું જોઇએ. આખા વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ આકૃતિઓ પર ધ્યાન આપતા હોતા નથી. જ્યારે ૨પ દિવસના સમયગાળામાં વિદ્યાર્થીઓ આકૃતિ પર જો ધ્યાન કેન્દ્રિત કરે તો આકૃતિના આધારે બેથી ત્રણ માર્ક્સ બેઠાં મેળવી શકવામાં સફળ રહે છે.
પ્રેક્ટિકલ પ્રશ્નો લખીને સોલ્વ કરવા જોઇએ
વિજ્ઞાન વિષયમાં ખાસ કરીને જો વિદ્યાર્થી લખીને પ્રશ્ન હવે છેલ્લી ઘડી તૈયાર કરે તો તે વધારે સારું રહેશે. એક દિવસના અંતરે વિદ્યાર્થીઓએ પેપર સોલ્વ કરે તો પ્રેક્ટિસ વધારે સારી રહે છે. ખાસ કરીને આકૃતિ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. પ૦ માર્ક્સ એમસીક્યુને વિદ્યાર્થી નાના સવાલો ગણીને અવગણવા જોઇએ નહીં. તેના માટે રોજની અડધા કલાક ફાળવવી જરૂરી છે.
અરુણાબેન દેસાઇ, શિક્ષક, ભૂલકાંભવન
સાયન્સમાં સતત ધ્યાન રાખવું જોઇએ
મારી પાસે જ્યારે છેલ્લા દિવસો હતા ત્યારે હું સૌથી વધારે પેપર સોલ્વ કરતી હતી. જેનાથી વાંચેલું રિવાઇઝ થતુ હતુ, રોજનું વાંચીને રોજ તેને જાતે લખી જવું જેથી એકવાર જે ચેપ્ટર જોઇ લીધા હોય તેને પરીક્ષા સુધી જોવા પડે નહીં. - મોદી દ્વિતિયા, ૯૭ ગુણ મેળવનાર વિદ્યાર્થીની
રોજના બે પાઠ મોઢે કરતો હતો
મને જે પાઠ અઘરા લાગતા હતા તે પાઠ મેં આ સમયગાળામાં પહેલા પકડયા હતા અને તેને સોલ્વ કરી લીધા હતા. હું બને ત્યાં સુધી રોજના બે પાઠ મોંઢે કરતો હતો. અને ટાઇમટેબલ પ્રમાણે ર્બોડની પરીક્ષા પહેલા જ આખી સાયન્સની બુક સોલ્વ કરી દીધી હતી. તેજસ શાહ, ૯૬ ગુણ મેળવનાર વિદ્યાર્થી