Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Daxin Gujarat >> Latest News >> Surat City
 

લ્યો, એરપોર્ટ વોલ્વો બની પેસેન્જર બસ!

 
Source: Bhaskar News, Surat   |   Last Updated 1:38 AM [IST](14/03/2011)
 
 
 
 
 
ગીતામંદિર અને ભરૂચ જવા માટે પેસેન્જરો વોલ્વોનો ઉપયોગ કરી રહ્યાં છે

અમદાવાદ એરપોર્ટ પર સડસડાટ ઝડપભેર પહોંચવા માટે એસટીની એરપોર્ટ વોલ્વો સારો વિકલ્પ છે પરંતુ હાલ તે પેસેન્જર વોલ્વો બનીને રહી ગઈ છે. ભરૂચ અને અમદાવાદના ગીતા મંદિર જવા માટે પેસેન્જરો વોલ્વોનો ઉપયોગ કરી રહ્યા છે.

ગીતા મંદિર પર બસ ખાલી થઈ જાય છે અને એરપોર્ટ સુધી ખાલી બસ જ પહોંચે છે! બીજી તરફ ઉદ્યોગપતિઓ કહે છે, સુવિધા સારી પરંતુ અમદાવાદ કરતાં બસ મુંબઈ એરપોર્ટ સુધી દોડે તો વધુ સુવિધાજનક બની શકે છે!

આ રીતે પહોંચે છે વોલ્વો અમદાવાદ એરપોર્ટ!

બપોરે ૨.૩૦ વાગ્યે અને સાંજે ૬.૩૦ કલાકે સુરત એસટી ડેપો પરથી વોલ્વો ઉપડે છે. આ વોલ્વો સુરતથી અંકલેશ્વર, ઝાડેશ્વર, બરોડા બાયપાસ બાદ સીધી અમદાવાદના ગીતામંદિર પર સ્ટોપ કરે છે.

મુંબઈ ટ્રેનમાં જાવ તો ઘણી કનેક્ટિવિટી

કાયમી મુંબઈથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ પકડનારા ઉદ્યોગપતિઓને શતાબ્દી તેમજ અગસ્તક્રાંતિ, રાજધાની જેવી ટ્રેનો વધુ ઝડપી પહોંચડાતી હોવાનું અને આરામદાયી હોવાનું લાગી રહ્યું છે.

મુંબઈ એરપોર્ટ સુધી બસ દોડાવો

-ઇન્ટરનેશનલ એરકનેક્ટિવિટી મુંબઈ એરપોર્ટ પર વધુ છે. ઘણી ફ્લાઇટ અમદાવાદ બાદ મુંબઈ સ્ટોપ કરે છે. તેથી સુરત-મુંબઈ વચ્ચે આવી બસ દોડે તો સારું.-દીપેન જગીવાલા, એટુઝેડ કંપનીના માલિક

-મળસકે વોલ્વો દોડાવવી જોઇએ જે સવારે ૯-૧૦ વાગ્યે પહોંચાડી શકે. સવારે બસ પહોંચાડે તો દિવસભરની ફ્લાઇટનો લાભ લઈ શકાશે. -દીપેશ દસાડિયા, ટ્રાન્ઝિટ કંપનીના માલિક

વધુ વોલ્વો દોડાવાશે

મુસાફરો યોગ્ય ઉત્સાહ દર્શાવશે તો વધુ વોલ્વો દિવસ દરમિયાન દોડાવવાની વિચારણા ચાલી રહી હોવાનું એસટી નિયામક જે.એચ. સોલંકીએ જણાવ્યું હતું.

વોલ્વોની વિશિષ્ટતા

-ઓનલાઇન ઇ-ટિકિટ બુક કરાવી શકો છો.
-ટ્રેનમાં ટિકિટ બુક કરાવવાની માથાકૂટ નહીં અને વહેલાં પહોંચાડશે.
-ખાનગી વાહનની જેમ ડ્રાઇવરનો ખર્ચ ન ઉઠાવવો પડે પરિણામે વોલ્વો સસ્તો વિકલ્પ.

વોલ્વોની ખામી

-સુરતથી અમદાવાદ એરપોર્ટ વચ્ચે ચાર સ્ટોપ છે.
-વધુ સ્ટોપેજને કારણે પેસેન્જર બસ બની ગઈ.
-ટ્રાફિકમાં વોલ્વો અટવાય તો ફ્લાઇટ ચૂકી સમજો.
-સવારની બસ ન હોઈ ખાસ કનેક્ટિવિટી નહીં.

સુરતથી અમદાવાદ એરપોર્ટ જતાં આટલા કલાક

કાર-૪.૩૦

ટ્રેન-૫.૩૦

વોલ્વો-૪.૩૦

બસમાં આઠ જ પેસેન્જર, એરપોર્ટનો એકેય નહીં

સાંજે ૬-૩૦ કલાકે સુરતથી ઊપડેલી વોલ્વોમાં આઠ જ પેસેન્જર હતાં, તેમાંય એકપણ અમદાવાદ અરપોર્ટ જતાં ન હતાં.

.. અમે ભરૂચ જઇએ છીએ

સુરત કામ માટે આવ્યા હતા. ભરૂચ ઘરે જવા માટે બસ શોધતા હતાં. વોલ્વો જઈ રહી છે તેથી વોલ્વોમાં બેસી ગયા છીએ.’
-જયશ્રી અને પ્રવીણ પટેલ, મુસાફર

.. બરોડા જઈ રહ્યો છું

હું પુણાનો છું. સુરતનું કામ પત્યું હવે વોલ્વોમાં બરોડા જાઉં છું. અમદાવાદ એરપોર્ટ સ્પેશિયલ બસ વિશે મને કાંઈ ખબર નથી.’-મયંગ સિંગ, ટ્રાવેલ્સ એજન્ટ
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
10 + 3


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

Jism 2
उफ ये गरमी....!
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.