- પાલિકા-કોર્ટ કેમેરાનો લાભ લે: મોદી
- મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે દેશના અતિઆધુનિક સુરત સીસીટીવી કેમેરાનું લોકાર્પણ
- પાલિકા માટે
'સુરક્ષિત શહેર, સુરત’ સીસીટીવી પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યા બાદ મોદીએ જાહેર મંચ પરથી કેમેરા પ્રોજેક્ટના મલ્ટર્પિપઝ યુઝ વિશે માહિતી આપી હતી. તેમણે પાલિકા કમિશનર એમ. કે. દાસને મંચ પરથી જ સૂચના આપી હતી કે, જો કોઈ સોસાયટી-મહોલ્લામાં સાફસફાઈ થઈ ન હોય તો અહીં આવીને ચેક કરી લેજો. પાલિકાના વાહનોનો પણ સમયસર દોડી રહ્યા છે કે નહીં તે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાંથી ખબર પડી જશે.
મોદીએ ન્યાય તંત્રને પણ આ સીસીટીવી કેમેરા પ્રોજેક્ટનો ઉપયોગ કરવા માટે આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે, જજોને પણ આ વ્યવસ્થા બતાવવી જોઈએ. વકીલોને પણ આ ટેક્નોલોજી બતાવો જોઈએ. તેમને કોઈ કેસમાં કેમેરાની મદદથી મદદ મળી શકે તો ન્યાય તંત્રને પણ લાભ થશે. ડિઝાસ્ટર વખતે પણ આ કેમેરા પ્રોજેક્ટ ખૂબ જ લાભદાયી નીવડે એમ છે.