ડિઁડોલી વિસ્તારના સંજયભાઈ પાટીલે ૨ સપ્ટેમ્બરે સાંજે પ.૩૦ કલાકે ભેસ્તાન અને ચલથાણ વચ્ચે ગુડ્સ રેલવેલાઇન પાસે એક નવજાત બાળકની લાશ જોતા તાત્કાલિક લિંબાયત પોલીસને જાણ કરી હતી. બનાવ અંગે પોલીસે અજાણી મહિલા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. વધુ તપાસ પીએસઆઈ કે. એસ. મોટાવર કરી રહ્યા છે.
બીજા બનાવમાં સણિયા કણદે ગામ ખાતે આવેલા ખત્રીદાદાના મંદિરમાં ૧ સપ્ટેમ્બરે સાંજે કોઈ અજાણી સ્ત્રી તેની નવજાત બાળકીને કાળાં કપડાં વીંટાળી મંદિરમાં મૂકી ગઈ હતી. મંદિર નાથુભાઈ રાઠોડને બાળકીનો રડવાનો અવાજ આવતાં તેઓ તાત્કાલિક મંદિરમાં ગયા હતા અને જોયું તો કોઈ અજાણી સ્ત્રી બાળકીને તરછોડીને જતી રહી છે.