પાલિકામાં બુધવારે જુનિયર અને આસિસ્ટન્ટ ઇજનેરોની સાગમટે બદલીના હુકમો કરાયો હતાં. આ હુકમોથી પાલિકાની ટેકનિકલ વિંગમાં પાયાની કામગીરી સાથે જોડાયેલાં જુનિયર અને આસિસ્ટન્ટ ઇજનેરોની મોટાપાયે બદલીને પગલે તમામ ખાતાઓ અને સાતેય ઝોનને અસર થઈ છે. આ હુકમોની સાથે આરોગ્ય વિભાગમાં સેનેટરી ઇન્સપેકટર અને સેનેટરી સબ ઇન્સપેકટર્સની પણ બદલીના હુકમો કરાયા હતાં.