Advertisement
Home >> Daxin Gujarat >> Latest News >> Surat City >> Surat Municipal Earn 7 Million In Toilet!

સુરત પાલિકા ટોયલેટમાં ૭ કરોડ કમાઈ !

Chetan Sheth, Surat | Jul 10, 2012, 02:13AM IST
 
 


પાલિકાએ સાત ઝોનમાં ૧૪૧ પે એન્ડ યુઝ ટોયલેટ પીપીપી ધોરણે બનાવ્યાં છે

એક વર્ષની આવક જોઈ શાસકોને પબ્લિક ટોયલેટમાં નવો સ્ત્રોત દેખાયો

હવે અત્યાધુનિક ડિઝાઇનવાળા વધુ ૨૦ ટોયલેટ બનાવવાની તજવીજ હાથ ધરી

પબ્લિક ટોયલેટમાં પીપીપી ધોરણે ‘પે એન્ડ યુઝ’નો કન્સેપ્ટ પાલિકા માટે ‘ગેઈન વિધાઉટ પે’ જેવો સાબિત થયો છે. છેલ્લાં એક જ વર્ષમાં પાલિકાને આખા શહેરમાં ૧૪૧ જેટલાં પબ્લિક ટોયલેટમાંથી ૭.૬૨ કરોડ રૂપિયા જેટલી માતબર આવક મળી છે. એટલે, હવે ભાજપ શાસકોની દાઢ સળકી છે. રૂપિયા ખર્ચ્યા વગર રૂપિયા મળે તેવી આ સેવાને હવે આવકના એક નવા વિકલ્પ તરીકે દેખાઈ ચૂકી છે. આનેલીધે નવી ડિઝાઇન સાથેના વધુ ૨૦ પબ્લિક ટોયલેટ ઊભા કરવાનો તખ્તો પણ ગોઠવી દીધો છે.

શહેરમાં પીપીપી (પબ્લિક પ્રાયવેટ પાર્ટનરશીપ) ધોરણે પબ્લિક ટોયલેટ ઊભા કરવાનો પાલિકાનો નુસ્ખો હવે કમાઉ દીકરો બની ચૂક્યો છે. ખાનગી સંસ્થાઓ પાસે બીઓટી મોડેલ (બિલ્ટ ઓપરેટ એન્ડ ટ્રાન્સફર) ઉપર છેલ્લાં ૧૦ વર્ષમાં ધીમે ધીમે પાલિકાએ કુલ ૧૪૧ જેટલાં પબ્લિક ટોયલેટ ઊભા કરી દીધાં છે. રૂપિયા ખર્ચ કર્યા વગર ઊભા કરેલાં આ શૌચાલયોમાંથી હવે મબલખ આવક મળવા માંડી છે.

પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગનું કહેવું છે કે, શરૂઆતમાં આ મુદ્દે ખાનગી એજન્સીઓને ઓછો રસ હતો. સ્થાયી અધ્યક્ષ ભીમજી પટેલનું કહેવું હતું કે, જરૂરિયાત પણ છે અને તેમાંથી આવક મળતી હોય તો વધારે સુવિધા આપવી જોઈએ તે માટે અમે નવી ડિઝાઇન સાથેના વધુ ૨૦ જેટલાં ટોયલેટ બનાવવાની તજવીજ હાથ ધરી છે.

તસવીરો : સરજુ પારેખ,  સુરત



 
 
 

Your Opinion
 
 
Code:
7 + 7

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment