DaxinGujarat MadhyaGujarat
Saurashtra
UttarGujarat
Kutchh
Ahmedabad
Vadodara
Surat
Rajkot
DiuDaman
Bhavnagar
Mumbai
Gujarat ni Gupsup
Home >> Daxin Gujarat >> Latest News >> Surat City >> Surat Municipal Corporation About Different Offers
સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતીઓને અનોખી ઓફર?
Bhaskar News, Surat
| Jul 01, 2012, 00:17AM IST

અલથાણમાં ૧૪૦૦ જેટલા ટેનામેન્ટ ધારકોને વડોદ-ભેસ્તાનમાં મકાન ફાળવાશે
આ વિસ્તારમાં ઊચકાયેલા જમીનના ભાવોને કારણે કોઇ હિજરત કરે તેવી શક્યતા દેખાતી નથી
સુરત મહાનગરપાલિકા દ્વારા અલથાણ ખાતે આવેલા ૪૦ વર્ષ જૂના ટેનામેન્ટના રહીશોને તેમના નિવાસ છોડી જવા માટે ઓફર કરી છે. અતિ જર્જરિત હોવાને કારણે ગમે ત્યારે કોઇ હોનારત થાય તે પહેલા આ ઓફર અપાઈ છે. આ ગંભીર મામલે મહાપાલિકા દ્વારા સરવે રિપોર્ટ તૈયાર કરાશે. તેમાં વડોદ અને ભેસ્તાન ખાતે મહાપાલિકાના તૈયાર આવાસમાં અગર કોઇ ફલેટધારક ઇચ્છશે તો તેને શિફટ કરવામાં આવશે. જોકે, આવી શક્યતા બહુ ઓછી છે.
નિ:શુલ્ક મકાનની ફાળવણી કરવા માટે ઓફર
અલથાણ ખાતે આવેલા ટેનામેન્ટના ૧૪૦૦ જેટલા ફલેટ ધારકોને મહાપાલિકા દ્વારા વડોદ અને ભેસ્તાન ખાતે આવેલા આવાસોમાં શિફટ થવા માટે ઓફર મૂકાઇ છે.ડી૧ થી ડી૪ના તમામ ફલેટ હોલ્ડરોને શીફટ થવા માટે ઓફર રજૂ કરાઇ છે. તેમાં મહાપાલિકા હાલમાં જેટલો વિસ્તારનું મકાન જે તે માલિકો ધરાવતા હશે તેટલા ચોરસ મીટરનું મકાન આપવામાં આવશે. આ ઉપરાંત જે તે મકાનમાલિકને ત્વરીત મહાપાલિકા દ્વારા શિફટ પણ કરવામાં આવશે.
મહાપાલિકા દ્વારા સર્વે
સ્થાયી સમિતિ ચેરમેન ભીમજી પટેલે જણાવ્યુંકે તેઓ દ્વારા કેટલા લોકો શિફટ થવા માટે તૈયાર છે, તે માટે સરવે કામગીરી કરવામાં આવશે. જે લોકો તૈયાર થશે તેમને મકાનની તરત જ ફાળવણી કરી દેવાશે. મકાનનો કબ્જો મહાપાલિકા લઇ લેશે. આ ઉપરાંત હાલમાં અલથાણ ટેનામેન્ટના મકાનના બીમમાં તથા તેના સ્ટ્રકચરમાં સંખ્યાબંધ તિરાડો હોવાને કારણે મહાપાલિકા દ્વારા આ મામલે પણ સરવે કરાશે. કોઇ હોનારત થાય તે પહેલા મહાપાલિકા દ્વારા આ ઓફર આપવામાં આવી છે.
વિસ્તાર છોડી કોણ જાય?
જાણકારો કહે છે કેઆ વિસ્તારમાં હવે જમીનના ભાવો વધી રહ્યા છે. ફ્લેટ્સમાં સ્કવેરફીટના ભાવ ૧પ૦૦થી ૨૦૦ સુધીના છે. ફ્લેટધારકો ટેનામેન્ટ છોડીને જાય તેવી શક્યતા ઓછી છે. પાલિકાના એક અધિકારીએ જણાવ્યું કે અગાઉ એવો વિચાર થયો હતો કે આ ફ્લેટધારકોને ટેનામેન્ટમાં જ હાઇરાઇઝ ઊભા કરી ફ્લેટ આપી શકાય. તેનાથી પાલિકાની જમીન પણ છૂટી થશે અને લોકોને રહેવા માટે તેમના જ વિસ્તારમાં ઘર પણ મળી શકશે.






