Advertisement
Home >> Daxin Gujarat >> Latest News >> Surat City >> Surat Bomb Blast Accuse Withdraw Application

બોમ્બકાંડના આરોપીએ અરજી ખેંચી

Bhaskar News, Surat | Jun 26, 2012, 02:55AM IST
 
 

મહેમુદ ઉર્ફે બાબા ઇબ્રાહીમ માસ્તર તાજેતરમાં જ જામીન મુક્ત થયો છે

શહેરમાં વર્ષ ૧૯૯૨ બાદ ફાટી નીકળેલા તોફાનો પછી વરાછા વિસ્તારમાં બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. આ કેસમાં ઝડપાયેલા આરોપીઓ પૈકી મહેમુદ ઇબ્રાહીમ માસ્તરે જામીન મુક્ત થયા બાદ હજ યાત્રા કરવા પાસપોર્ટ મેળવવા માટે એનઓસી આપવા ર્કોટ સમક્ષ માગણી કરી હતી. આ અરજી મહેમુદ માસ્તરે પાછી ખેંચી લીધી હતી.

વિગતો અનુસાર, શહેરમાં ૧૯૯૨ના તોફાનો બાદ વરાછા રોડ મિની હીરા બજાર નજીક બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં અલ્પા નામની વિદ્યાર્થિ‌નીનું મોત થયું હતું. આ કેસમાં ઝડપાયેલા અન્ય આરોપીઓ સાથે મહેમુદ ઉર્ફે બાબુ ઇબ્રાહીમ શેખને પણ પોલીસે ઝડપી પાડયો હતો.

ટાડા ર્કોટે મહેમુદ ઇબ્રાહીમને દસ વર્ષની કેદની સજા ફટકારી હતી. મહેમુદ માસ્તરે સુપ્રીમ ર્કોટમાં જામીન માંગતા સુપ્રીમ ર્કોટ દ્વારા એવું જણાવાયું હતું કે, જો આરોપીએ દંડની રકમ ભરી દીધી હોય તો ટાડા ર્કોટે આરોપીને જામીન આપવા અંગે યોગ્ય નિર્ણય લેવો.જેથી ટાડા ર્કોટે આરોપી મહેમુદને જામીન મુક્ત કરવા આદેશ આપ્યો હતો.

જામીન મુક્ત થયેલા મહેમુદ માસ્તરે પોતાને હજ યાત્રા કરવા જવા માટે પાસપોર્ટની એનઓસી આવશ્યક હોવાનું જણાવી એનઓસીની માગણી કરી હતી. આ અંગે ર્કોટે મહેમુદ માસ્તરને એવો સવાલ કર્યો હતો કે, તેણે કઇ કલમ હેઠળ આ પ્રકારની એનઓસીની માગણી કરી છે. ર્કોટ આ અંગે કોઇ નિર્ણય જાહેર કરે તે પહેલાં જ અરજદાર મહેમુદ માસ્તરે પોતાની પાસપોર્ટ અંગે એનઓસી મેળવવા સબબની અરજી પાછી ખેંચી લીધી હતી.
 
 
 

Your Opinion
 
 
Code:
7 + 3

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment