Advertisement
Home >> Daxin Gujarat >> Latest News >> Surat City >> Success Wealth Advertise Funda

સફળ વેલ્થ એડ્વાઈઝર બનવા માટેના ફંડા

CIty Bhaskar, Surat | Jun 03, 2012, 01:26AM IST
 
 

‘બી એ સક્સેસફુલ વેલ્થ એડ્વાઇઝર’ સેમિનાર યોજાયો

એડ્વાઇઝર સંતોષ નાયરે સક્સેસફુલ વેલ્થ ફંડા વિશે રસપ્રદ માહિતી આપી


સિટી રિપોર્ટર. સુરત
‘દિવ્ય ભાસ્કર’ અને વેલ્થ એડ્વાઇઝર્સ નેટવર્કના સંયુક્ત ઉપક્રમે સરદાર સ્મૃતિ ભવન, વરાછા રોડ ખાતે ૨જી જુન શનિવારના રોજ ‘બી એ સક્સેસફુલ વેલ્થ એડ્વાઇઝર’ સેમિનારનું આયોજન કરાયું હતું, જેમાં જાણીતા એડ્વાઇઝર સંતોષ નાયર દ્વારા સક્સેસફુલ વેલ્થ ફંડા વિશે રસપ્રદ માહિતી આપવામાં આવી હતી.

તેમજ આ સેમિનારમાં આજકાલની કોમ્પિટિટીવ લાઈફમાં કઈ રીતે સક્સેસફૂલ બનવું તે શીખવવામાં આવ્યું હતું. અત્યારે જે સમય ચાલી રહ્યો છે તે પર્સનલ અને પ્રોફેશનલ ટર્મોઈલનો છે. અત્યારે સૌ કોઈ પોતાની ફાઇનાન્શિયલ અને પર્સનલ લાઈફમાં કન્ફ્યુઝન, ડિપ્રેશન, પેઈન અને સ્ટ્રેસ અનુભવે છે. આવા સમયે બધા સામાન્ય પણે ફાઇનાન્શિયલ એડ્વાઝર પાસે જતા હોય છે, પરંતુ અત્યારે માર્કેટની હાલત ખૂબ જ ખરાબ છે.

કેટલાક લોકોએ સ્ટોક માર્કેમાં ઈન્વેસ્ટ કર્યું હશે, પરંતુ તેઓની સ્થિતિ હાલમાં ખૂબ જ ખરાબ થઈ ગઈ છે, કારણ કે હાલમાં સ્ટોક માર્કેટ ડાઉન જઈ રહ્યુ છે. આ બઘામાંથી સરવાઈવ કરી કેવી રીતે બહાર નીકળવું તે સૌ માટે એક પ્રશ્ન બની ગયો છે. આ બધા ચેઈન્જીસને કારણે વેલ્થ એડવાઈઝરર્સનું કમોડિટાઈઝેશન થઈ રહ્યું છે. યુ.કેમાં વર્ષ ૨૦૦૦માં ૩ લાખ એડ્વાઇઝર હતા, જે વર્ષ ૨૦૦૬ સુધીમાં ઘટીને ૫૦,૦૦૦ થઈ ગયા.

વળી હાલની સ્થિતિને જોતા હજી સંખ્યા ઘટશે. સેલ્સમેનની પણ આજ હાલત થવાની છે. તેમણે કહ્યુ કે, ‘સેલ્સમેન વીલ ડાઈ એન્ડ એન્ટરપ્રેનર વીલ અવેકન.’ સક્સેસફૂલ વેલ્થ એડ્વાઇઝર બનવા માટેની ટીપ્સ : સક્સેસફૂલ આંતરપ્રિન્યોર બનવા માટે કસ્ટમરને લોવર લેવલથી સમજવા પડે અને તેને હાયર લેવલ સુધી લઈ જવા જોઈએ.

માત્ર કસ્ટમર નહીં, પરંતુ મટીરીયલ, મની, લેબરને લોવર લેવલથી સ્ટડી કરો અને હાયર લેવલ સુધી લઈ જાવ તો તે તમને ઉપર ઉઠાવશે. વળી જ્યારે અનિશ્ચિતતા આવે ત્યારે જોબ, બેન્ક અકાઉન્ટ, લાઈફ વિશે વિચારતા હોઈએ છીએ.

તેથી આ અનિશ્ચિતતામાંથી બહાર નીકળવા માટેનું એકજ સોલ્યુશન છે કે પોતાના વિષે વિચારવાનું છોડી બીજા માટે વિચારો. ઘણી વખત બિઝનેસમેન માટે એવો સમય આવે છે કે તેની પાસે લોકો ૧૦૦ સવાલ લઈને આવતા હોય છે, ત્યારે તે તેનાથી બચવા માટે ભાગે છે, પરંતુ ભાગવા કરતા સામનો કરવો જોઈએ.

આ બુકસ રિફર કરી શકાય

પ્રોડિક્ટવિટી મલ્ટિપ્લાયર

વીનિંગ ઈન અનસટેંનિટી

ફ્યૂચર મલ્ટિપ્લાયર

ટ્રસ્ટ મલ્ટિપ્લાયર

સેલ્સ મલ્ટિપ્લાયર
 
 
 

Your Opinion
 
 
Code:
1 + 8

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment