Advertisement
Home >> Daxin Gujarat >> Latest News >> Surat City >> Student Jump For Director Harassment

ભણતર પર સંચાલક બન્યો ભાર, વિદ્યાર્થીએ લગાવી છલાંગ

Bhaskar News, Bardoli | Jun 17, 2012, 00:11AM IST
 
 

ડાયરેક્ટરના ત્રાસથી પહેલા માળેથી ઝંપલાવ્યું, બચાવવા જતાં ઈનચાર્જ આચાર્ય પણ નીચે પટકાયા

વિદ્યાભારતી ટ્રસ્ટ સંચાલિત બારડોલી નજીક આવેલી બીબીએ બીસીએ કોલેજના એક વિદ્યાર્થી‍એ આજરોજ કોલેજના ડાયરેક્ટર દ્વારા બારણું તોડવાનો આરોપ મુકી માનસિક ત્રાસ અપાતાં યુવાને કોલેજના પહેલા માળે જઈ નીચે કૂદવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન અન્ય એક પ્રોફેસર આ યુવાનને બચાવવા જતાં તે પહેલા માળેથી જમીન ઉપર પટકાયાની ઘટના બની હતી. બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જોકે, ઘટના અંગે પહેલા માળથી પડી જનાર પ્રોફેસરે પોતાનો પગ સ્લીપ થઈ જતાં જમીન પર પડી ગયા હોવાનું જણાવ્યું હતું.

વિદ્યાભારતી ટ્રસ્ટ સંચાલિત બીબીએ, બીસીએ કોલેજમાં બીસીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતાં પલસાણા તાલુકાના બલેશ્વર ગામના વિદ્યાર્થી નિલ નીતિનભાઈ શુક્લ પર ડાયરેક્ટર અજય શાહ દ્વારા રૂમના બારણાને નુકસાન કર્યાનો આરોપ મુકી અડધો કલાકથી વધુ સમય તેને ર્ટોચર કરાયો હતો. જેથી માનસિક ત્રાસથી વિદ્યાર્થી કોલેજના પ્રથમ માળ પર જઈ નીચે કૂદવાનો પ્રયાસ કરતો હતો. એ દરમિયાન ક્લાસમાં હાજર કાર્યકારી આચાર્ય જતીન પટેલ પણ નિલની પાછળ જઈ તેને બચાવવાનો પ્રયાસ કરતાં બંને પહેલા માળેથી નીચે પટકાયા હતાં. જેને કારણે જતીન પટેલને કમ્મરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.

જ્યારે નિલ આ ઘટનાથી હેબતાઈ જઈ બેભાન થઈ ગયો હતો. બંનેને સારવાર માટે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાંથી આચાર્ય જતીન પટેલને વધુ સારવાર માટે બારડોલીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે બારડોલી સરદાર સ્મારક હોસ્પિટલના ડોક્ટરે બારડોલી પોલીસમાં એમએલસીથી જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે.

જોકે, આ ઘટના બાદ કોલેજમાં કોઈ પણ જવાબદાર વ્યક્તિ હાજર ન હતાં. જ્યારે જતીન પટેલે પોતાનો પગ સ્લીપ થઈ જતાં આખી ઘટના બની હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ પત્રકારોએ કોલેજના ડાયરેક્ટર અજય શાહનો મોબાઈલથી સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે મારે અગત્યનું કામ હોવાથી હું બહાર નીકળી ગયો છું
 
 
 

Your Opinion
 
 
Code:
6 + 6

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment