- ફુટ ઓવર બ્રિજ નહીં હોવાથી ટ્રેક ઓળંગીને જ સામા પ્લેટફોર્મ પર જવું પડે તેમ હતું
- મહિલા ટિકિટ વેન્ડરે કહ્યું, ગુડઝ ટ્રેન એક કલાકથોભશે તમે તેની નીચેથી નીકળીજાવ
- આર્કિટેક્ટ ભાઈ-બહેન માતા સાથે ગુડ્ઝ ટ્રેનની નીચેથી ટ્રેક ઓળંગતા હતા ત્યાં ટ્રેન અચાનક ચાલુ થઇ
- ફોલીંગ માર્કની અંદર હોવા છતાં કોઇ એનાઉન્સમેન્ટ વિના ટ્રેન ૭ જ ફુટ આગળ ખસેડાતાં દુર્ઘટના
- તપાસ કરતા ખબર પડી કે, ગુડ્ઝ ટ્રેનના ગાર્ડની બેદરકારીને લીધે ટ્રેન આગળ વધી અને અકસ્માત થયો
મંગળવારે સાંજે ભેસ્તાન રેલ્વે સ્ટેશન પર ઉભેલી ગુડ્ઝ ટ્રેનની નીચેથી પસાર થવા જતાં માતા અને પુત્ર કપાઈ મોતને ભેટ્યા. પહેલી દ્રષ્ટિએ જોઈએ તો આ ઘટનામાં મૃતકોની બેદરકારી જણાશે, પરંતુ હકીકત કંઈક અલગ જ છે. 'દિવ્ય ભાસ્કર’ એ સમગ્ર ઘટનાનું પેરેલલ ઈન્વેસ્ટીગેશન અને રિકન્સ્ટ્રકશન કર્યુ તો જાણવા મળી ચોંકાવનારી હકીકત. માતા-પુત્રનો આ ઘટનામાં લેશમાત્ર વાંક નહોતો, પરંતુ રેલ્વે તંત્રની અનેક ભૂલોને કારણે બે નિર્દોષને જીવ ગુમાવવા પડ્યા. રેલ્વેની એવી તો કઈ કઈ ભૂલો હતી કે જેના કારણે વેલ એજ્યુકેટેડ એવા પટેલ પરિવારનો માળો વિખેરાયો. વાંચો પ્રદીપ કુલકર્ણીનો આ ખાસ અહેવાલ.
ભેસ્તાન રેલવે સ્ટેશને મંગળવારે સાંજે થયેલા ટ્રેન અકસ્માતમાં મૃત્યુ પામનારા માતા-પુત્રની ઘટનામાં જવાબદાર કોણ છે? કોની ભૂલના કારણે એક પટેલ પરિવારનો માળો વિખેરાઈ ગયો? રેલવે પોલીસ માટે આ ઘટના એક અકસ્માત મોત સામાન્ય તપાસ જેવી છે. પરંતુ 'દિવ્ય ભાસ્કર’એ આ આ ઘટના સાથે સંકળાયેલા તમામ લોકોની તપાસ કરતાં ખબર પડી કે, અકસ્માત મોતની આ ઘટનામાં રેલવે વિભાગ દ્વારા એક નહીં બે, નહીં પણ ૬ જેટલા કારણોસર બેદરકારી હતી. ગાર્ડના ખોટા નિર્ણયથી અકસ્માત થયો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે.
કેવીરીતે આ ઘટના બની તે જાણવા સ્ક્રોલ કરો...