લિંબાયતના મંગલાપાર્કમાં ભાડુઆતને આપેલી મિલકતની ઓછી આકારણી કરવા માટે R ૪૦૦૦ની લાંચ માગી હતી, જેનો પ્રથમ હપતો લેતા જ ઝડપાયો
લિંબાયત ઝોનના સુપરવાઇઝર કમ સિનિયર કલાર્ક કમલેશ ગુલિયાભાઈ ગામીતને એસીબીએ શુક્રવારે સાંજે તેમની જ ઓફિસમાં ૨૦૦૦ની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. લિંબાયતમાં એક ભાડુઆતની જગ્યાની ઓછી આકારણી કરવા માટે તેણે લાંચ સ્વીકારી હતી.
ધનસુખ સાલવાલાએ એસીબીના ફિલ્ડ ઓફિસર એસ. જી. રાણા સમક્ષ એવી ફરિયાદ કરી હતી કે તેમના સાળાની પત્નીના નામે લિંબાયતના મંગલપાર્કમાં એક પ્લોટ છે. આ પ્લોટ પર તેમણે બાંધકામ કર્યું છે.આ મિલકતનું વેરા સંબંધી આકરણી બાકી હોઈ આકરણી કરવા માટે તેમણે અરજી કરી હતી. આથી સિનિયર કલાર્ક કે. જી. ગામીતે તેમને કહ્યું હતું કે આમ તો અમે બીજા બધા પાસેથી રૂપિયા પ૦૦૦ લઈએ છીએ પણ તમે ૪૦૦૦ આપશો તો ચાલશે. આથી ધનસુખભાઈએ એસીબીમાં ફરિયાદ કરી હતી.