સુરત રફ ડાયમંડ સોર્સિંગ ઇન્ડિયા લિમિટેડ દ્વારા આયોજિત ટેન્ડિંરગમાં ૩૩માંથી ૨૧ લોટ વેચાયા
સુરત રફ ડાયમંડ સોર્સિંગ ઇન્ડિયા દ્વારા શુક્રવારે યોજાયેલા બીડ ટેન્ડિંરગમાં ૩૩ લોટમાંથી ૨૧ લોટ વેચાયા હતા. બીડ માટે કુલ ૩.૧૧ લાખ કેરેટ હીરા રાખવામાં આવ્યા હતા, જેમાંથી ૧.૫૦ લાખ કેરેટ હીરા વેચાઈ ગયા હતા. ખાસ કરીને નાના કારખાનેદારોને આ સિસ્ટમથી રાહત પહોંચી છે. એસઆરડીએસએલ દ્વારા એ.કે.રોડ પર આવેલી બ્લુસ્ટાર ડાયમંડમાં ટેન્ડર ખોલવામાં આવ્યા હતા.
૧૦ ફેબ્રુઆરી સુધી વેપારીઓએ ૩.૧૧ લાખ કેરેટ હીરા જોઈને બીડ ભરી હતી. આ બીડમાં ૩૯ લોકોએ ભાગ લીધો હતો. સુરતના વેપારીઓને હીરા લેવા એન્ટવર્પ,સાઉથ આફ્રિકા, કેનેડા વગેરે દેશામાં જવું પડે છે.હવે અહીં જ હીરા મોટા લોટમાં મળતા થતા નાના કારખોનેદારો માટે ધંધાના વિકાસના દ્વાર ખુલી ગયા છે.