કેબલ સ્ટેઇડ બ્રિજનાં નવાં બે ટેન્ડરો ગેમન ઇન્ડિયા, સ્થાનિક તથા ચાઇના તાઇવાનની ઓવીએમ મશીનરી સાથે જોઈન્ટ વેન્ચર કરનાર વિજય મિસ્ત્રી એન્ડ કંપનીએ ભર્યા છે. આ બંને ટેન્ડરોને તેના ક્રાઇટેરિયા મુજબ ટેક્નિકલ માન્યતા આપતાં પહેલાં બ્રિજ સેલ વિભાગે પાલિકાના મુંબઈના એપ્રુવ્ડ ટેક્નિકલ કન્સલ્ટન્ટ પાસે રિપોર્ટ મંગાવ્યો હતો.
આ રિપોર્ટ શુક્રવારે પાલિકાને ઓન લાઇન પ્રાપ્ત થયો છે. આ રિપોર્ટને આધારે તેની સ્ક્રુટિની હાથ ધરાઈ છે.પાલિકાનું બ્રિજ સેલ વિભાગ શનિવારે નવા બે ટેન્ડરમાંથી ટેક્નિકલ એપ્રુવ્ડ અંગેનો નિર્ણય કરશે. આ સિવાય બ્રીજની બંને તરફના એપ્રોચ રોડ માટે જમીનની અદલા-બદલી અંગે શનિવારે નિર્ણય કરાશે
સોલીડ વેસ્ટના નિષ્ક્રિય રહેલાં ઈજારદારને ડીબાર્ડ કરાશે : પાલિકાના સોલીડ વેસ્ટના નિકાલ માટેનો ઈજારો લઈ નિયમ મુજબ નિયમિત કાર્યવાહી કરવા નિષ્ફળ ગયેલાં ઈજારદાર પ્રભાત ડિઝલને પાંચ વર્ષ માટે ઈજારો નહીં આપી ડીબાર્ડ કરાશે. સોલીડ વેસ્ટ વિભાગની દરખાસ્ત સાથે કામ બંધ કરી દેવાતાં આ ઈજારદારની ડપિોઝીટ જપ્ત કરવાનો નિર્ણય કરવામાં આવશે. પાંચ વર્ષ સુધી કોઈ ઈજારો આપવો નહી તથા પાલિકાને થયેલો વધારાનો ખર્ચ વસુલ કરવા લટકો ફટકો કરાશે.