બારડોલીના આદિવાસી પરિવારની સાત વર્ષીય બાળકી પર પાડોશી ૧૫ વર્ષીય કિશોરે બોર ખવડાવાની લાલચ આપી ખેતરમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. લોહી નિંગળતી અવસ્થામાં બાળકીને તેના માતા-પિતા સારવાર અર્થે ૧૦૮માં સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા.
સિવિલ હોસ્પિટલ ખાતેથી પ્રાપ્ત વિગતો મુજબ બારડોલીના ખરવાસાગામની સાત વર્ષીય બાળકી પર તેના પાડોશમાં રહેતા રાકેશ રાઠોડ નામના કિશોરે દાનત બગાડી હતી. તેણે શુક્રવારના રોજ સાંજના ૬.૦૦ વાગ્યાના અરસામાં બાળકીને બોરખાવાની લાલચ આપીને નદી પાસેના ખેતરમાં લઈ ગયો હતો. ત્યાં માસુમ બાળકી પર બળાત્કાર ગુજારી ત્યાં છોડીને નાસી છૂટ્યો હતો.
બાળકી રડતી રડતી તેના ઘરે આવી તેના માતા-પિતા સમક્ષ હકીકત વર્ણવી હતી જેથી ડઘાઈ ગયેલા માતા-પિતાએ લોહી નિંગળતી અવસ્થામાં બાળકીને ૧૦૮માં સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતાં સીએમઓ ડૉ.સુમિત જાગાણીએ જણાવ્યું હતુ કે ‘ બાળકીને ગુપ્તાંગ માંથી લોહી નીકળતું હોવાથી તેના પર બળાત્કાર થયો હોવાનુ જણાય રહ્યું છે. તેથી ગાયનેક વિભાગમાં રફિર કરવામાં આવી છે.’