Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Daxin Gujarat >> Latest News >> Surat City
 

1 રૂપિયાના કોલ માટે 54 હજારનો ખર્ચઃ સુરતમાં વિચિત્ર ફરમાન

 
Source: Bhaskar News, Surat   |   Last Updated 12:08 PM [IST](06/02/2012)
 
 
 
 
 

બોગસ ફોન કોલ્સને અટકાવવા પોલીસ કમિશનરના વિચિત્ર ફરમાનને પગલે હવે પબ્લિક ફોન (કોઈનબોક્સ) ધરાવનાર દુકાનદાર કે એસટીડી-પીસીઓ ઉપર હવે સીસી કેમેરા મૂકવા પડશે

૩૦ દિવસનો બેકઅપ રાખવો પડશે તથા કોલ રેકર્ડ પણ રાખવા પડશે!


શહેરમાં હવે પબ્લિક ફોન(કોઈન બોક્સ) કે એસટીડી પીસીઓના બુથને તાળા લાગી જશે. જોકે, મોબાઈલનું ચલણ વધવાને લીધે નહીં પણ કાયદાની પળોજણમાં નહીં પડવું પડે એટલે! કેમકે, પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ એક અજીબોગરીબ જાહેરનામું બહાર પાડ્યું છે, એટલે. જાહેરનામાને કારણે આવા પબ્લિક ટેલિફોનની સુવિધા ચાલુ રાખવા કરતાં બંધ કરવી વધારે સારી પડશે, તેવો સૂર પીસીઓધારકોમાં ઊઠ્યો છે. કોંગ્રેસના મતે તો પોલીસની નિષ્ફળતાને ઢાંકવા આવા જાહેરનામા બહાર પાડવા પડી રહ્યાં છે. એમાં સામાન્ય માણસો અને અત્યંત નાના વેપારીઓનો કચ્ચરઘાણ વળી જોય તેમ છે.

ફોજદારી પગલાંની ચિમકી

શહેરના પબ્લિક ફોન બૂથ સામે બહાર પડાયેલા પોલીસ કમિશનરના જાહેરનામામાં એવું જણાવાયું છે કે, આ જાહેરનામાનો અમલ નહીં કરાય તો, તેવા પીસીઓવાળા સામે કલમ ૧૮૮ પ્રમાણે ફોજદારી પગલાં ભરવામાં આવશે. જેની સંપૂર્ણ જવાબદારી પીસીઓધારકની રહેશે.

રૂપિયાના કોલ માટે પુરાવો

બૂથ પરથી ફોન કરવો હોય તો લોકોનું કામ હવે માત્ર એક રૂપિયાના સિક્કાથી નહીં પતે. બીજો એક રૂપિયો ખર્ચીને ફોટા સાથેની ઓળખનો પુરાવો પણ આપવો પડશે. એટલે, એક રૂપિયાના કોલ પર એક રૂપિયાની ઝેરોકસ નકલનો ચાંદલો કરવો પડશે!

સોના કરતાં ઘડામણ મોંઘી!

નાનપુરામાં કોઈન બોક્સ ઘરાવતાં શિવલાલ કહે છે કે, એક આશય એવો હતો કે, મહિને પાંચસોની આવક થાય. દુકાનનો એકાદ સાઈડ ખર્ચ નીકળી જાય. સાથે પરચુરણ મળી જાય. જોકે, હવે સીસી કેમેરા પાછળ ૪૦ હજાર ખર્ચવા પડે એમ છે. એટલે, સોના કરતાં ધડામણ મોંઘી પડે તેમ છે.

ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી!

બોગસ ફોન કોલ કરનારને પકડી શકાતા નથી. એટલે પોલીસે આવું જાહેરનામું બહાર પાડીને પીસીઓ જ બંધ થઈ જાય તેવું વિચાર્યું હોય તેવું લાગે છે. કેટલાંક લોકોને અવળચંડાઈ અને પોલીસની નિષ્ફળતાને કારણે હવે સામાન્ય લોકો કે જેમને મોબાઈલ પણ પોષાઈ શકે તેમ નથી તેમણે સૌથી વધારે વેઠવું પડશે’. ભૂપેન્દ્ર સોલંકી, સિનિયર કોર્પોરેટર, કોંગ્રેસ

નિષ્ફળતા છુપાવવા જાહેરનામાં

પોલીસ વધી રહેલી ગુનાખોરી અટકાવી નથી શકાતી એટલે હવે આવા જાહેરનામાઓ બહાર પાડીને પોલીસ પોતાની નિષ્ફળતા છુપાવી રહી છે. બોગસ ફોન કરનારને પકડી નથી શકાતા એટલે છેવટે પબ્લિક ફોનબૂથ બંધ કરાવી દેવાની આ પેરવી લાગે છે’. બાબુ રાયકા, નેતા વિરોધ પક્ષ, પાલિકા

...તો પીસીઓ બંધ કરવા પડશે

હવે એસટીડી પીસીઓ કંઈ એવો ધંધો રહ્યો નથી. જો હવે અમારે ચાળીસ હજાર રૂપિયા ખર્ચીને આવી સુવિધા ઊભી કરવી પડે, અને ઉપરથી કાનૂની પગલાં લટકતી તલવાર રહે તો આવી કડાકૂટમાં કોણ પડે. અમારે તો પીસીઓ બંધ જ કરવો પડશે’. વસંત રાણા, ભાઠેના

પીસીઓએ આટલું કરવું જ પડશે

- સીસી કેમેરો મૂકવો પડશે

- કેમેરાનું ૩૦ દિવસનું રેકોર્ડિંગ રાખવું પડશે

- કોણે ફોન કર્યો તેની વિગતો સાથેનું રજીસ્ટર નિભાવવું પડશે

- ફોન કરનાર પાસે ફોટો સાથેની ઓળખનો પુરાવો લેવો પડશે

- ફોન કરનારનો મોબાઈલ નંબર પણ નોંધવો પડશે


 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
9 + 5


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

Jism 2
उफ ये गरमी....!
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.