Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Daxin Gujarat >> Latest News >> Surat City
 

લેન્ડ બેન્કની દરખાસ્તથી ખેડૂતો વિફર્યો

 
Source: Bhaskar News, Surat   |   Last Updated 2:39 AM [IST](09/09/2010)
 
 
 
 
Advertisement
 
મોકાની જમીનો ઉદ્યોગપતિઓને ખોળે નહીં ધરવા દેવાય

નવસારી, વલસાડ, સુરતના ખેડૂતોની ૧૨ સપ્ટેમ્બરે મહારેલી

ખેડૂતોના શિરેથી ‘સર’નું દર્દ દૂર થયું નથી ત્યાં તેમના માથે ‘લેન્ડ બેન્ક’ નામનું નવું દુ:ખ તોળાઈ રહ્યું છે. રાજ્ય સરકાર સ્ટેટ અને નેશનલ હાઇવેના પરિધના છ કિલોમીટર વિસ્તારને ઇન્ડસ્ટ્રીયલ ઝોન જાહેર કરી ખેડૂતોની હજારો સ્કેવર મીટર જમીન પર સંપાદન લાગુ પાડવાની તૈયારીમાં છે. સરકારની હિલચાલ સમજી ચૂકેલા ખેડૂતોએ પણ મોરચો ખોલી દીધો છે. સુરત, નવસારી, વલસાડ, વાપી સહિતના હજારો ખેડૂતોએ તા. ૧૨મી સપ્ટેમ્બરે સુરતમાં મહારેલી કાઢીને વિરોધ પ્રદર્શિત કરવાનું નક્કી કર્યું છે.

જલાલપોર-નવસારી તાલુકાના પ્રમુખ નટુ દેસાઈએ જણાવ્યું કે રાજ્ય સરકારે નેશનલ અને સ્ટેટ હાઇવેના છ કિલોમીટરને લગતી જમીનને ઇન્ડસ્ટ્રીયલ ઝોન તરીકે ઘોષિત કરવા માટે કાર્યવાહી શરૂ કરી છે. તેના ભાગરૂપે ઇન્ડસ્ટ્રીયલ સેક્રેટરી શાહુ દ્વારા ઓગસ્ટ માસમાં બે મિટિંગ કરવામાં આવી છે. આ મામલે ગુજરાતના ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર જ કામગીરી કરવામાં આવી રહી છે.

દરમિયાન વાયબ્રન્ટ ગુજરાત હેઠળ જે ઇન્ડસ્ટ્રીઝ દ્વારા એમઓયુ કરવામાં આવ્યા હોય તેવી ઇન્ડસ્ટ્રીઝને ઉક્ત નિયત લેન્ડ બેન્કમાંથી રાજ્ય સરકાર જમીન ફાળવી દેશે. ખેડૂતોને વિશ્વાસમાં લેવામાં આવશે કે કેમ તેની સામે પ્રશ્નાર્થ ચિહન છે.

...તો ગ્રીન બેલ્ટ ઉદ્યોગપતિઓને ચરણે ધરી દેવાશે

રાજ્ય સરકાર દ્વારા હાલમાં સ્ટેટ અને નેશનલ હાઇવેના છ કિલોમીટરના બેલ્ટ પર સંપાદન લાગુ કરવા માટેની ક્વાયત હાથ ધરવામાં આવી છે. ખેડૂત અગ્રણીઓની વાત સાચી માનીએ તો રાજ્ય સરકાર વાયબ્રન્ટ ગુજરાત અન્વયે સ્ટેટ અને નેશનલ હાઇવેના છ કિલોમીટરની ફરતેની જમીન ઉદ્યોગપતિઓને ચરણે ધરી દેવાના મૂડમાં છે. આ બાબત સાચી માનીએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, વાપીના તમામ તાલુકાના હજારો ખેડૂતો પાયમાલ થઈ જવાની ભીતિ છે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 8


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.