Advertisement
Home >> Daxin Gujarat >> Latest News >> Surat City >> Project Completed By Public Partnership

સુરત પર નજર: આવું તો માત્ર સુરતીઓ જ કરી શકે

1 of 8 Photos
- માત્ર એક વર્ષમાં લોક ભાગીદારીથી આ રીતે સાકાર થયો પ્રોજેક્ટ
 
સુરતમાં દેશનો પહેલો વર્લ્ડક્લાસ સીસીટીવી પ્રોજેક્ટ શુક્રવારથી શરૂ થયો. શહેરમાં ૨૦૦૮માં મૂકાયેલા ૨૯ બોમ્બ ન ફૂટ્યા તે પછી પોલીસનું ટેન્શન વધી ગયું હતું. ક્લિનેસ્ટ સિટીને સેફેસ્ટ બનાવવું જરૂરી હતું. આ પ્રોજેક્ટનો આઇડિયા આપનાર પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાની વિરાંગ ભટ્ટ અને પ્રદીપ કુલકર્ણી સાથે થયેલી વાતચીતના આધારે મળી આ પ્રોજેક્ટ સાકાર થવાની ઇનસાઇડ સ્ટોરી..
 
'વર્ષ ૨૦૦૮માં અમદાવાદ અને સુરતમાં બોમ્બ મૂકાયા પણ સુરતમાં બોમ્બ ફાટયા નહીં. સતત એવા ઇનપુટ આવતા હતા કે સુરતમાં બોમ્બ નહીં ફાટયા એટલે આંતકવાદીઓ ફરી ટારગેટ કરશે જ. વર્ષ ૨૦૧૧માં હું સુરત આવ્યો. ત્યારે જ ઓગસ્ટ મહિ‌નામાં મુંબઇ ખાતે ચોકસી બજારમાં બ્લાસ્ટ થયા. હીરા વેપારીઓ ટારગેટ હતા. તે બ્લાસ્ટ પછી સુરતના હીરા બજારોમાં સરવે કરાયો. મારે સુરક્ષા વધારવા કંઇક કરવું હતું.’
 
- ઇંગ્લેન્ડમાં મળ્યો આઇડિયા
 
'હું જ્યારે સીબીઆઈમાં હતો ત્યારે ટ્રેનિંગ માટે ઇંગ્લેન્ડ ગયો હતો. ત્યાં સીસીટીવીનો પ્રોજેક્ટ જોયો હતો. તેવું જ કંઇક સુરતમાં કરવાનો આઇડિયા આવ્યો. પોલીસે હીરા ઉદ્યોગકારોને કચેરીએ બોલાવવા કરતા સામેથી તેમની પાસે જવાનું વલણ અપનાવ્યું. એક જ દિવસમાં રૂ. પ કરોડ ભેગા થઇ ગયા. કાપડ વેપારીઓ અને ઉદ્યોગકારો અને હજીરાના ઉદ્યોગકારો સાથે પણ વાતચીત શરૂ કરી.’
 

Your Opinion
 
 
Code:
4 + 9

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment