DaxinGujarat MadhyaGujarat
Saurashtra
UttarGujarat
Kutchh
Ahmedabad
Vadodara
Surat
Rajkot
DiuDaman
Bhavnagar
Mumbai
Gujarat ni Gupsup
...તો મોદીને મોઢું છૂપાવવાની જગ્યા નહીં મળે: આનંદ શર્મા
Bhaskar News, Surat
| Dec 12, 2012, 03:22AM IST

'ગુજરાતમાં શોર અને પ્રચાર વધારે અને કામ ઓછુ દેખાય છે. વિકાસના જે દાવા કરાય છે, તેનાથી વાસ્તવિક્તા ખૂબ અલગ છે. શિક્ષણ, આરોગ્ય, કૃષિ,માનવ વિકાસ, ઔદ્યોગિક વિકાસ જેવા વિકાસના જુદા જુદા માપદંડોમાં ગુજરાત દેશના નાના રાજ્યોથી પણ પાછળ છે. સરકારના જ રિપોર્ટમાં જ આ હકીકતો નોંધાઈ છે. કેન્દ્રની યોજનાઓને દર્શાવવાને બદલે તેને પોતાનું નામ આપીને ચલાવાય છે. નરેન્દ્ર મોદીની વાતને શાલીનતા અને સત્યની સાથે કોઈ નિસ્બત નથી.
મોદીની ભાષામાં કોંગ્રેસ જવાબ આપવાનું શરૂ કરશે તો મોઢું છૂપાવવાની જગ્યા નહીં મળે’, આવું કેન્દ્રના ટેક્સટાઈલ મંત્રી આનંદ શર્માએ ઉચ્ચારીને ગુજરાતના વિકાસના દાવા સત્યથી અળગા છે, તેવો આરોપ લગાવ્યો હતો. ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે સુરતમાં કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રી આનંદ શર્માએ સુરતમાં એક પત્રકાર પરિષદને સંબોધી હતી. તેમાં તેમણે ગુજરાતના વિકાસના દાવાને વાસ્તવિકતાથી અલગ દર્શાવ્યો હતો.
તેમનું કહેવું હતું કે, 'ગુજરાતમાં વિકાસનો ભ્રમ ફેલાવાયો છે. શોર વધારે અને કામ ઓછું જેવી હાલત છે. માત્ર પ્રચારથી વિકાસને આગળ દર્શાવાયો છે પરંતુ તત્થ્ય તેનાથી બિલકુલ વિરુદ્ધ છે. કેન્દ્રની ઘણી યોજનાઓના રૂપિયા જનતા સુધી નથી પહોંચાડાયા. ડાયવર્ટ કર્યા છે, યોજનાઓના નામ બદલીને તેમના નામે કરી પ્રચાર કરાયો છે.





