Advertisement
Home >> Daxin Gujarat >> Latest News >> Surat City >> Police Solve Case For Murder Case

શેઠે હત્યા માટે આપી હતી સોપારી, પણ સોપારી લેનારનુ થયુ મોત

Bhaskar News, Surat | Aug 19, 2012, 02:01AM IST
 
 

અશોકને ૧૨મા માળેથી ફેંકી દેવા જશવંતે કિશોરને સોપારી આપી હતી
સોપારી લેનારનુ શર્ટ પકડતા તે પટકાયો અને ભેટ્યો મોતને
પૂણામાં બે મોતના રહસ્ય પરથી પડદો ઊંચકાયો

અશોકે કિશોરના શર્ટનુ ખીસ્સુ પકડી લેતાં સોપારી લેનાર કિશોરનુ પણ પટકાઈને મોત
શનિવારે મોડેથી જશવંત સામે ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરાઈ, ઓડી કારનો વિખવાદ હતો

પૂણાના અભિષેક એપાર્ટમેન્ટના ૧૨મા માળેથી બેના પટકાતા મોતની રહસ્યમય ઘટનામાં લબ્ધી સ્ટીલના જશવંત સવાણીએ અશોક લાઠિયાની હત્યા કરવા માટે કિશોર માંગુકીયાને સોપારી આપી હોવાની વાત પોલીસ તપાસમાં બહાર આવી છે. ૧૨મા માળે અશોકને ધક્કો મારી હત્યા કરવાના પ્રયાસમાં અશોકે કિશોરના શર્ટનુ ખિસ્સુ પકડી લેતાં બંને નીચે પટકાતા મોતને ભેટયા હોવાનો મોટો ખુલાસો થયો છે. આ હત્યા માટે ઓડી કાર અશોકના નામ પર લેવાઈ હતી તે બાબતે ચાલતો વિખવાદ કારણભૂત હોવાનુ બહાર આવ્યું છે.

પુણા પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ૧પમી ઓગસ્ટના રોજ બપોરના ૩ વાગ્યે પુણાકુંભારીયા રોડ ભક્તિધામ મંદિરની સામે અભિષેક બિલ્ડીંગના ૧૨મા માળેથી સરથાણા જકાતનાકા કવિતા રો-હાઉસમાં રહેતા અશોક લાઠીયા (૪૭) અને કિશોર માંગુકીયા (૩૬) (રહે-એલ.એચ.રોડ મારુતિ ચોક સંતોષ એપાર્ટમેન્ટ)બંને નીચે પટકાઈ પડતા મોતને ભેટયા હતા.

આ બનાવમાં પૂણા પોલીસે અકસ્માત મોત ગુનો નોંધી તપાસ પીએસઆઈ પી.આર.ગજેરાએ હાથધરી હતી. જોકે, આ ઘટના અકસ્માત હોવાનુ પ્રથમ પોલીસને જણાયું હતું. તો બીજી તરફ અશોકભાઈના પરિવારજનો તેની હત્યા કરાઈ હોવાનો આક્ષેપ ક્ર્યો હતો. સ્મીમેર હોસ્પિટલ ખાતે બંને લાશનુ ફોરેન્સિક પોસ્ટર્મોટમ કરાવ્યું હતું. જેનો શુક્રવારે રિપોર્ટ અશોક અને કિશોરના શરીર ઉપરથી ઝપાઝપી થઈ હોવાના નિશાનો મળી આવ્યા હતા.

ફોરેન્સિક પીએમમાં ઝપાઝપીના નિશાન

સ્મીમેર હોસ્પિટલના ફોરેન્સિક વિભાગના વડા ડો. શેખના જણાવ્યા મુજબ અશોક અને કિશોરના શરીર ઉપર ઝપાઝપીના નિશાન મળી આવ્યા છે. અશોકના માથા ઉપર ઈજા છે. કિશોરને પણ ઈજા જણાઈ છે. તેથી મારીને ફેંકી દેવાયા હોવાનુ જણાઈ છે. તે અંગેનો રિપોર્ટ શુક્રવારે પૂણા પોલીસને સુપરત કરી દેવાયો હતો.

પૂણાના અભિષેક એપા.માં શું બન્યું હતું?

તા. ૧૬મીએ જશવંત સવાણી પોતાના બે કર્મચારીઓ અશોક લાઠિયા અને કિશોર માંગુકિયાને લઈને ફ્લેટ ખરીદવાના બહાને પૂણાના અભિષેક એપાર્ટમેન્ટના ૧૨મા માળે લઈ ગયા હતા. અહીં તેમની યોજના મુજબ સોપારી લેનાર કિશોરે અશોકને ધક્કો મારીને ફંગોળી દેતા અશોક કિશોરને પણ ખેંચી ગયો હતો.

અશોકના પરિવારની શંકા સાચી ઠરી

પૂણાની ચકચારીત ઘટનામાં લબ્ધી સ્ટીલના જશવંતરાય સવાણીએ અશોક લાઠિયાને મારવા કિશોર માંગુકિયાને સોપારી આપી હતી. ઘટનાના દિવસે અશોકને કિશોર અને જશવંત ૧૨મા માળે ફ્લેટ જોવાને બહાને લઈ ગયા હતા, ત્યાં કિશોરે અશોકને ધક્કો તો માર્યો હતો પરંતુ અશોકે કિશોરના શર્ટનુ ખીસ્સુ પકડી લેતા બંને નીચે પટકાઈ મોતને ભેટયા હતા. તેઓ વચ્ચે ઓડી કાર લોન પર લેવાઈ હતી તે બાબતે વિખવાદ ચાલતો હોવાનુ પોલીસ બહાર આવતા અશોકના પરિવારજનોએ હત્યાની વ્યક્ત કરેલી શંકા સાચી ઠરી હતી.
 
 
 

Your Opinion
 
 
Code:
3 + 1

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment