Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Daxin Gujarat >> Latest News >> Surat City
 

શહેર ભાજપ લોકો પાસેથી હવે સરેઆમ લેશે પાર્ટી ફંડ

 
Source: Bhaskar News, Surat   |   Last Updated 12:56 AM [IST](12/02/2012)
 
 
 
 
Advertisement
 
૧૧ ફેબ્રુઆરીએ જનસંઘના સ્થાપક દીનદયાળ ઉપાધ્યાયના નિવૉણદિને હવે ભાજપ સામાન્ય લોકો પાસેથી ધનદાન લેશે. આ દાન ભારતીય જનતા પાર્ટી માટે લેવામાં આવશે. પુરવઠા મંત્રી નરોત્તમ પટેલ અને નવસારીના સાંસદ સી.આર. પાટીલે ગુરુવારના રોજ સર્કિટ હાઉસ ખાતે R ૧૧ લાખનો ચેક આપીને પ્રારંભ કર્યો હતો. દરમિયાન શહેરના બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરોને ભાજપે ધનદાન માટેની ટહેલ નાંખી દીધી છે. તેમાં સામાન્ય લોકોથી માંડીને શહેરના ઉદ્યોગપતિઓ પાસેથી આ પાર્ટીફંડ લેવામાં આવશે.

બે મિનિટમાં પત્રકાર પરિષદ પૂરી

શહેર ભાજપને આજે વિધીવત રીતે R ૨૨ લાખના ચેક નરોત્તમ પટેલ અને સાંસદ સી. આર દ્વારા અર્પણ કરાયા હતાં. અલબત્ત પત્રકાર પરિષદમાં આ મામલે ભાજપીઓ દ્વારા કોઇ વધારે ટીપ્પણી કરાઈ ન હતી. માત્ર બે મિનિટમાં પત્રકાર પરિષદ પૂરી કરી દેવાઇ હતી. શહેર ભાજપ પ્રમુખે જણાવ્યું કે પ્રત્યેક શહેરી પાસેથી ધનદાન લેવામાં આવશે. શહેરના લોકો પાસેથી ધનદાન લઇને પાર્ટી માટે વાપરવામાં આવશે.

૨૨ લાખના ચેક સીઆર-નરોતમ પટેલે આપ્યા

સાંસદ સી. આર. પાટીલે જણાવ્યું કે તેઓ દ્વારા R ૧૧ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે. દરમિયાન પુરવઠા મંત્રી નરોત્તમ પટેલે પણ નૈતિક ફરજ સમજીને ધનદાન આપ્યું હતું.

અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને ટહેલ

સરકારી વિભાગોના અધિકારીઓનેધનદાન માટે ટહેલ નંખાઈ હોવાની વિગત જાણવા મળી છે. દરેક વિભાગને આ માટે લક્ષ્યાંક અપાયા છે. આ માટે કૂપનો હવે અમારે કોન્ટ્રાક્ટરો અને બિલ્ડરોને પધરાવવાની રહેશે. દરમિયાન ભાજપના ર્કોપોરેટરોને પણ આ માટે લક્ષ્યાંક આપ્યો હોવાની ચર્ચા છે.

ધનદાન માટે કૂપનો અપાશે

ધનદાન કરનાર વ્યક્તિને R ૫૦, ૧૦૦, ૫૦૦, ૧૦૦૦, ૫,૦૦૦, ૧૦,૦૦૦ની કૂપનો અપાશે. આ કૂપનો જે તે કોર્પોરેટરો અને ભાજપીઓએ ફડાવવાની રહેશે. પ્રત્યેક દુકાનદારથી લઇને સામાન્ય વ્યક્તિ પાસે ભાજપી કાર્યકરો આ કૂપનો પહોંચાડશે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
3 + 3


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

Jism 2
उफ ये गरमी....!
 
 
 
 
|  
|  
 


Group Sites: Dailybhaskar.com|Dainikbhaskar.com|Divya Marathi|Business Bhaskar|MyFM

Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.