Divya Bhaskar
DAXIN GUJARAT
Home » Daxin Gujarat » Latest News » Surat City » Open Sex Market Under Saradar Bridge In Surat

સુરતમાં શરમથી લાજી મરાય તેવું ભયંકર સેક્સ બજાર આવ્યું બહાર

Salim Shaikh/Kanaiya Panwala, Surat | Jun 23, 2012, 01:29AM IST
સુરતમાં શરમથી લાજી મરાય તેવું ભયંકર સેક્સ બજાર આવ્યું બહાર

- સરદાર બ્રિજ નીચે ઓપન સેક્સ બજાર

- શરમથી લાજી મરાય તેવું ભયંકર રેકેટ

સરદાર બ્રિજ નીચે ચાલતાં સેક્સ રેકેટનો ‘ડીબી ગોલ્ડ’ એ પર્દાફાશ કર્યો ત્યારે રુંવાડા ઊભા થઈ જાય ને શરમથી માથું ઝુકી જાય તેવા દ્રશ્યો સામે આવ્યા. ગુરુવારની રાત્રે ડીબી ગોલ્ડની ટીમે સરદાર બ્રિજ નીચે તપાસ કરી તો ખુલ્લામાં ચાલતા સેક્સ રેકેટ પરથી પડદો ઉંચકાયો છે.પાંચ ફુટ દુર ઉભેલો વ્યક્તિ પણ ન દેખાય એવા સ્થળ પર ચાર થી પાંચ લલનાઓ અને ગ્રાહકો અહીં સેક્સલીલામાં મગ્ન હતાં. ડીબી ગોલ્ડની ટીમે જાહેરમાં ચાલતી સેક્સલીલાનાં જે દ્રશ્યો ઝડપ્યા છે તે એટલા અરૂચીકર છે કે અહીં તેને પ્રસિધ્ધ કરવામાં આવે તો છાપાની ગરિમા લજવાય તેમ છે.

જાડી મૌસી અને બોબડા દ્વારા ચાલતા સેક્સ રેકેટમાં સારા ઘરના છોકરા પણ જોવા મળ્યા હતા. શહેરના પોશ એરિયામાં જાહેરમાં ચાલતાં આ કૂટણખાનાથી સ્થાનિક લોકોનું માથું શરમથી ઝુકી જાય છે કેમકે રોજ સમીસાંજ થાય કે ચાર થી પાંચ રિક્ષા કે ૨૦ થી ૨૫ લલનાઓને બેસાડીને દલાલો અઠવા વિસ્તારમાં નીકળી પડે છે. ગ્રાહક સિલેકટ થાય કે તેને સરદાર બ્રિજના અઠવા તરફના એક કિનારે આવેલી રેલવે રિઝર્વેશન સેન્ટરની ઓફિસ પાસેથી બ્રિજ નીચે લઈ જવામાં આવે છે. ઉપરાંત કેટલાંક લોકો તો સીધા સરદાર બ્રિજ નીચે આવી જાય છે. જ્યાં રીતસર યુવાનોની લાઇનો લાગે છે. નંબર પ્રમાણે તેમને અંદર જવા દેવામાં આવે છે. અતિ ગરીબ ઘરની યુવતીઓ દેહવેપારના દલદલમાં ફસાઈ ગઈ છે, જો યુવતીઓ વધારે ગ્રાહક માટે આનાકાની કરે તો તેમને માર પણ મારવામાં આવે છે. કેટલાક નરાધમો તો યુવતીઓ સાથે સંબંધ બાંધ્યા પછી વાંકુ પડે તો તેને ઢોર માર મારતા હોવાની ઘટનાઓ પણ બને છે.

ડીબી ગોલ્ડની ટીમે જોયું તો અહીં આવતા કેટલાક યુવાનો તો સારાં ઘરના લાગતા હતા. તેમને જોઈને વિચાર ન આવે કે તેઓ અહીં રૂપજીવીનીઓને ભોગવવા આવતા હશે. કેટલાક તો નજીકથી ઘરનું શોપિંગ કરીને સીધા જ સરદાર બ્રીજ ઉતરીને સેક્સ માણવા આવતા હોવાનું ડીબી ગોલ્ડની ટીમે જોતા ચોંકી ઉઠી હતી.

કેમેરાની ફલેશ સાથે જ ડીબી ગોલ્ડની ટીમ પર પથ્થરમારો :

ડીબી ગોલ્ડની ટીમ બહાનું કાઢીને થોડીવાર માટે ત્યાંથી જતી રહી તો જાડી મૌસી પાછળ આવી હતી. કેમેરામાં ફલેશ સિસ્ટમ ગોઠવાતા જ ડીબી ગોલ્ડની ટીમે ફોટા લેવાની શરૂઆત કરી હતી. ફલેશ પડતાં જ ત્યાં ભાગમભાગ થઈ ગઈ હતી. એટલાં જાડી મૌસી, લલનાઓએ પત્થર મારવાની શરૂઆત કરી હતી. એવામાં ત્યાં લારી-ગલ્લા ચલાવનારા ભેગા થઈ જતાં જાડી મૌસી, લલનાઓ અને દલાલો જાળીમાંથી બ્રિજના બીજા ભાગે એટલે કે ટ્રાફિક પોલીસ ચોકી નજીક નીકળી ગયા હતાં. થોડીવારમાં તો આખો એરિયામાં સન્નાટો ફેલાઈ ગયો હતો.

જો ચાહિયે વો મિલેગા...હજાર રૂપિયા લગેગા :

અઠવાગેટથી શાહ પબ્લિસિટી તરફ જવાના બ્રિજ નીચેના રોડ પર સાંજે સાત વાગ્યા પછી સેક્સ બજાર પુરજોરમાં ચાલી રહ્યું છે એવી બાતમી મળતાં જ ડીબી ગોલ્ડની ટીમે ગુરુવારની રાત્રે સ્થળ પર જઇને તપાસ કરતાં બાતમી સાચી હોવાનું સાબિત થયું હતું. બ્રિજ નીચે આવેલાં ૨પ થી ૩૦ પિલ્લરની આડમાં ગ્રાહકો લલનાઓ જોડે સેક્સલીલામાં મગ્ન હતા. તેમની બાજુમાંથી પસાર થઈ જાવ તો પણ જાણે કંઇ પડી ન હોય એટલાં બિન્દાસ્તપણે સેક્સ માળવામાં તલ્લીન હતાં. ડીબી ગોલ્ડની ટીમ ત્યાં પહોંચી કે તરત જ જાડી મૌસીએ પુછયુ ‘ ક્યાં કામ હૈ?, જો ચાહિએ વો મિલેગા’. ડીબી ગોલ્ડની ટીમે ભાવ પુછતાં જાડી મૌસીએ કહ્યું કે ‘ હજાર રૂપિયા લગેગા.’ ભાવ અંંગે રકઝક વચ્ચે ત્યાંનો બિભત્સ નજારો પણ વધુ ક્લિયર થઈ ગયો હતો. કેટલાંક દલાલો ત્યાં વોચ ગોઠવીને ઊભા હતાં.

બુકિંગ ઓફિસ પાસેથી બ્રિજ નીચે જવાના રસ્તે એક પણ લાઇટ નથી :

બ્રિજ નીચે લાઈટનો અભાવ હોવાને લીધે ખુલ્લામાં આવું સેક્સ બજાર ચલાવનારાઓ અંધારાનો આબાદ લાભ ઉઠાવે છે. બ્રિજ નીચે માત્ર ૨૦ થી ૨પ મીટર જતાં જ અંધારુ શરૂ થઈ જાય છે. ઉપરાંત અહીં પે એન્ડ યુઝ ટોઇલેટ, રૈન બસેરા અને રેલવે આરક્ષણની ઓફિસ આવી હોવાનો લાભ પણ દલાલો અને લલનાઓ ઉઠાવે છે. બ્રિજ નીચે ચાલતા આ ગોરખધંધા બંધ કરવા હોય તો અહીં લાઈટ્સની જરૂર છે ઉપરાંત રેગ્યુલર પોલીસ પેટ્રોલિંગ પણ તાતી જરૂર છે. પાલિકા અને પોલીસ સંયુક્ત ઓપરેશન હાથ ધરી આ વિસ્તારની સફાઈ કરાવે અને વહેલી તકે પૂલ નીચે લાઇટની વ્યવસ્થા કરાવે.

ભેસ્તાનની જાડી મૌસી અને બોબડો આ સેક્સ રેકેટના સૂત્રધાર

સરદાર બ્રિજ નીચે અંધારાનો લાભ ઉઠાવીને જાડી મૌસી અને બોબડો આ રેકેટ ચલાવી રહ્યા છે. આજુબાજુના રહિશો ખુલ્લામાં ચાલતાં બદકામથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે, આ વિસ્તારના રહીશો અવાજ ઉઠાવે તો રૂપલલનાઓના દલાલો ઘરોના કાચ તોડી નાંખે છે. અઠવા અને તેની આજુબાજુના વિસ્તારમાં મૌસીની રિક્ષા ફરે છે, જેમાં લલનાઓને બ્રીજ નીચે સપ્લાય કરાય છે. ગ્રાહક સિલેકટ થઈ જાય પછી તેને સરદાર બ્રિજ નીચે બોલાવી લેવામાં છે, જેણે હવસ સંતોષવી હોય તેઓ સીધા સરદાર બ્રિજ નીચે જ આવી જાય છે. એ માટે યુવાનોની અહીં લાઇનો લાગે છે. વળી જો યુવતી કોઈ બાબતે ઇનકાર કરે તો તેને માર મારવાના બનાવો પણ બને છે.

નવું ‘વરિયાવી’ બજાર...

ડીબી ગોલ્ડની ટીમ જ્યારે અઠવા છેડે સરદાર બ્રિજની ગલીમાં ગઈ ત્યારે રોડ પર રથયાત્રાના બંદોબસ્ત માટે પોલીસ ઊભી જ હતી. ઉપરાંત પોલીસ કમિશનર રાકેશ અસ્થાના પણ ત્યાંથી પસાર થવાના હોય પોલીસ ખડે પગે હતી. બ્રિજ નીચે ટીમ પર પથ્થરમારો થયો, ભાગમભાગ મચી છતાં પોલીસને કોઈ જાણ ન હતી. તેથી જ શહેર પોલીસને આ અર્પણ છે સુરતનું નવું વરિયાવી બજાર અને તે પણ ઓપન ટુ સ્કાય...

તમારા વિસ્તારની સમસ્યા માટે તમે ક્યાંક ને ક્યાંક રજૂઆત કરી હશે. શક્ય છે કે લાંબા સમય પછી પણ તમારા વિસ્તારનો પ્રશ્ન ઉકેલાતો ન હોય ? પ્રજાના પ્રશ્નોને વાચા આપવા ડીબી ગોલ્ડ શરૂ કરે છે અભિયાન ...‘ તેઝ’ એટલે કે ફટાફટ. અમે તમારા પ્રશ્નને વાચા આપીશું અને સાથે તે પ્રશ્ન જેના હસ્તક ઉકેલી શકાતો હશે તે અધિકારી કે રાજકારણી કે સંલગ્ન ઓથોરિટી સાથે સીધી વાત કરીશું.

પોલીસ કમિશનર સાહેબ આ વિસ્તારના લોકોને તમારી પાસે ઘણી અપેક્ષા છે :

શહેરના કાયદો અને વ્યવસ્થાની જવાબદારી જેમના શીરે છે તે પોલીસ કમિશનર રાકેશ અસ્થાના સમક્ષ ડીબી ગોલ્ડ પ્રજાનો અવાજ પહોંચાડવા માંગે છે. અસ્થાના સાહેબ લોકોને તમારી પાસે ઘણી અપેક્ષા છે. તમારા જ હેડક્વાર્ટરની થોડોક દુર ઓપન સેક્સ માર્કેટ ચાલી રહ્યું છે. કોઈ વેશ્યાલયને પણ શરમાવે તેવી સેક્સલીલા અહીં જાહેરમાં થાય છે છતાં પોલીસનું એક રૂવાટું ફરક્તું નથી ? ડીબી ગોલ્ડની ટીમ આ વિષયમાં વાત કરવા માટે પહેલાં પોલીસ કમિશનરને મળવા ગઈ હતી. પરંતુ પોલીસ કમિશનરે તમામ મુલાકાતીઓને મળવાનું ટાળીને અન્ય અધિકારીને મળવાનો આદેશ કર્યો હતો. દરમિયાન ડીબી ગોલ્ડ એ પોલીસ કમિશનરને એસએમએસ કરીને આ ગોરખધંધા અંંગે જાણ કરી હતી. જો કે કમિશનરે એસએમએસનો જવાબ આપવાનું પણ ટાળ્યું હતું. ભલે ડીબી ગોલ્ડને તમે જવાબ ન આપ્યો પરંતુ એકશનથી લોકોને જવાબ આપજો કેમકે નાગરિકો તેના હકદાર છે.

આ દુષણને નાબુદ કરવામાં આવશે :

ડીબી ગોલ્ડની ટીમે આ મુદ્દે એસીપી વિધિ ચૌધરી સાથે વાતચીત કરી તો તેમના ધ્યાનમાં આવું કંઈ હતું જ નહીં. તેઓએ ડીબી ગોલ્ડને જણાવ્યું હતું કે તમે જે વાત કરી રહ્યાં છો એની કોઈ ફરિયાદ આવી નથી. અમે રિંગરોડ પર તપાસ કરતાં જ હોઈએ છીએ લાગે છે કે હવે તેઓ સરદાર બ્રિજ નીચે આવી ગયા છે. હું તપાસ કરાવી લઉં છું. આ બદી નાબુદ કરવામાં આવશે.’ - વિધિ ચૌધરી, એસીપી

સ્થાનિક મહિલાઓનો રોષ અને વેદના :

જો વિરોધ કરવા જઈએ તો દલાલો અમારી બારીઓના કાચ તોડી નાંખે છે :

અમારા બાળકોની ફિકર છે :

જાહેરમાં બદકામ થાય છે એટલે અમારે તો બારી-બારણાં બંધ જ રાખવા પડે છે. અમને ચિંતા એ વાતની છે કે આ બધું જોઇને અમારા બાળકો પર શી અસર થશે. અમે આ બદીથી તોબા પોકારી ઉઠયા છીએ.’ - નયના પારેખ

હવે તો જીવવાનું હરામ થયું છે

જીવવું જાણે હરામ થઈ ગયું છે. સાંજ પડે ને અડ્ડો જામી જાય છે. અમે ગેલેરીમાં પણ નીકળી શકતાં નથી. અમે ઓળખીતા એક પોલીસભાઈને પણ આ બાબતે જાણ કરી હતી. અમે ઇચ્છીએ છીએ કે આ દુષણ બંધ થાય.’ - તૃષા પટેલ

પોલીસ કંઇક કરે, ક્યાં સુધી સહન કરીએ :

પોલીસે આ દિશામાં કંઇક કરવું જોઇએ. અમે ત્રાહિમામ પોકારી ઉઠયા છીએ. સાંજથી લઇને મોડી રાત સુધી આ ધંધા ચાલે છે. અમે વિરોધ કરીએ તો બારીના કાચ તોડી પાડવામાં આવે છે. આખી સોસાયટી ત્રસ્ત છે.’ - ગીતાબેન જરીવાલા

સાંજ પડતા બહાર નીકળી શકતા નથી :

આટલાં સારા વિસ્તારમાં રહીએ છીએ પરંતુ સાંજ પડતા બહાર નીકળી શકતા નથી. ગરમીની સીઝનમાં અમે બારીઓ પણ ખુલ્લી રાખી શકતા નહતા. અમે શું કરીએ એ જ સમજાતું નથી. પોલીસ કંઇ રસ્તો કાઢે.’ - રૂશાલી ગુરવ
  
Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
10 + 4

 
Advertisement

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Business

Jeevan Mantra

 


Jokes

 

Most Read

Photogallery

Email Print
0
Comment