Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Daxin Gujarat >> Latest News >> Surat City
 

...અને સુરતથી મુંબઈ પણ બે કલાકમાં

 
Source: Bhaskar News, Surat   |   Last Updated 12:49 PM [IST](12/11/2010)
 
 
 
 
 

સુરતથી મુંબઇ ૮ લેનના રસ્તા ઉપર ૧૨૦ કિમી દર કલાકની ઝડપે માત્ર ૨ જ કલાકમાં પહોંચવું હવે વાસ્તવિકતા બનશે અને તે માટે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જમીન મેળવવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઇ હોવાની જાણકારી મળી હતી.

દિલ્હીથી હાઇવે ઓથોરિટીના અધિકારીઓના જણાવ્યા અનુસાર સુરત અને મુંબઇ વચ્ચે ૮ લેન બનાવવાનો નિર્ણય મુંબઇ અને હજીરા વચ્ચેના ટ્રાફિકને ધ્યાનમાં લઇને કરાયો છે. હજીરામાં આવેલા મહાકાય ઉદ્યોગોને કારણે ભારે ટ્રાફિક રહે છે અને ૮ લેનથી તેને ફાયદો થશે. તેમણે એમ પણ જણાવ્યું હતું. આ માર્ગની ડિઝાઈન ૧૨૦ કિમી દર કલાકથી ઝડપ માટે તૈયાર કરાઇ છે.આ માર્ગ રાજ્ય સરકાર દ્વારા ૧૯૯૨માં નક્કી કરેલા એલાઇનમેન્ટ મુજબ જ તૈયાર કરાશે. સમગ્ર માર્ગ માટે ૬૦૦ મીટરના ગાળાની જમીન નક્કી કરવામાં આવી છે જેમાંથી હાલ વડોદરાથી ગુજરાત બોર્ડર સુધી ૧૨૦ મીટર લેવામાં આવશે.

અમદાવાદથી દહીસર સુધી તૈયાર થનારા આ માર્ગની કુલ લંબાઇ ૪૮૦ કિમીની છે જ્યારે વડોદરાથી દહીસરની લંબાઇ ૩૮૦ કિમીની છે. ૭૫૦૦ કરોડના વડોદરા-દહીસર માર્ગનું કામ ડિસેમ્બર ૨૦૧૫ સુધીમાં પૂર્ણ થશે.


 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
9 + 1


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

Jism 2
उफ ये गरमी....!
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.