રાજ્ય સરકારે સર લાગુ નહીં કરવા લેખિતમાં પત્ર પાઠવ્યો
રાજ્ય સરકાર દ્વારા હજીરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રીજયન મામલે ખેડૂતોને અને સુરત જિલ્લાના આગેવાનોને આખરે લેખિતમાં પત્ર પાઠવવામાં આવ્યો છે. ઓલપાડ તાલુકામાં સર લાગુ કરવામાં નહી આવે તેની સ્પષ્ટતા આ પત્રમાં કરવામાં આવી છે.
તા.૧૨મી સપ્ટેમ્બરના રોજ ખેડૂતોના આંદોલનને ઉદ્યોગમંત્રી સૌરભ પટેલે રાજકીય પ્રેરીત બતાવ્યું છે. ખેડૂતો જ્યાં ખેતી કરતાં હોય તેવી કોઇ પણ જમીન ઉદ્યોગપતિઓને અપાશે નહીં. રાજ્ય સરકારને ખેડૂતો ઉદ્યોગપતિઓ કરતાં વધારે વ્હાલા છે. ખેડૂતોને રાજકીય હાથા નહીં બનવા ઉદ્યોગમંત્રી સૌરભ પટેલે વિનંતી કરી હતી.
રાજ્યના ઉદ્યોગમંત્રી સૌરભ પટેલે ભાજપ જિલ્લા પ્રમુખ સુરેશ પટેલ અને મહામંત્રી સંદીપ દેસાઇ સહિત અગ્રણીઓને ઉદેશીને સરકારને લેટરપેડ પર સ્પષ્ટતા કરી છે કે જીઆઇડીસી દ્વારા માત્ર સરવે કરવામાં આવ્યો છે. તેઓ દ્વારા સરની કોઇ જોગવાઇ લાગુ કરાઇ નથી.