Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Daxin Gujarat >> Latest News >> Surat City
 

નવ લાખ કેરેટ હીરાબજારમાં આવશે

 
Source: Bhaskar News, Surat   |   Last Updated 1:30 AM [IST](12/08/2010)
 
 
 
 
 
ઝિમ્બાબ્વેની માઇન્સના ‘બેન’ હીરા વેચવાની પરવાનગી કિમ્બર્લીએ આપી, સુરતના ઉદ્યોગકારોને નોંધપાત્ર પુરવઠો મળી રહેતાં રફના ભાવો સ્થિર રહી શકશે

ઝિમ્બાબ્વેની ડાયમંડ માઇન્સના પ્રતિબંધિત હીરા વેચવાની પરવાનગી અપાયા બાદ બુધવારથી ૯ લાખ કેરેટ હીરા બજારમાં વેચવા મુકાયા હતા. આને કારણે સુરતના ઉદ્યોગકારોને નોંધપાત્ર રફનો પુરવઠો મળી શકશે, જેને કારણે રફના ભાવો સ્થિર રહી શકશે એમ જાણકારોનું માનવું છે.

ઝિમ્બાબ્વેની મેરેન્જ ડાયમંડ માઇન્સના હીરા પર ‘બ્લડ ડાયમંડ’ હોવાના આરોપસર પ્રતિબંધ મુકાયો હતો પરંતુ વારંવારની મિટિંગ્સ અને ચર્ચાને અંતે ગયા મહિને ઇઝરાયલ ખાતે મળેલી છેવટની ઇન્ટરનેશનલ ડાયમંડ માઇન્સના પ્રતિબંધિત ડાયમંડ્સનો અંશત: હિસ્સો વેચવાની પરવાનગી આપવાનો નિર્ણય લેવાયો હતો.

કિમ્બર્લી પ્રોસેસ સિસ્ટમના વડા અબેચિકાનેએ એક અહેવાલમાં જણાવ્યું હતું કે મેરેન્જ ડાયમંડ ફીલ્ડનો ૯ લાખ કેરેટ હીરાનો પ્રથમ જથ્થો બુધવારથી ખુલ્લો મુકાયો છે. નવેમ્બર ૨૦૦૯માં ઝિમ્બાબ્વેની મેરેન્જ ડાઇમન્ડમાંથી નિકળતા હીરા બ્લડ ડાયમંડ હોવા અંગે હોબાળો મચ્યો હતો. આ માઇન્સમાં હજુ બાકી હીરાનો બીજો જથ્થો બજારમાં વેચવા અંગે સપ્ટેમ્બર પછી નિર્ણય કરાશે. કિમ્બર્લી પ્રોસેસની ટીમ હજુ પણ આ માઇન્સમાં ચકાસણી કરી રહી છે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
3 + 7


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.