DaxinGujarat MadhyaGujarat
Saurashtra
UttarGujarat
Kutchh
Ahmedabad
Vadodara
Surat
Rajkot
DiuDaman
Bhavnagar
Mumbai
Gujarat ni Gupsup
નવો 'હોપપુલ’ બનાવવા પડાપડી
Bhaskar News, Surat
| Jun 26, 2012, 02:53AM IST
જૂના હોપપુલને દૂર કરવાને બદલે ત્યાં નવો બ્રિજ બનાવવામાં વધારે રસ દેખાયો છે. ઐતિહાસિક હોપપુલ દૂર કરી દેવાયો છે. તેની જગ્યાએ નવો બ્રિજ બનાવવા માટે ટેન્ડર મગાવી દેવાયા છે. તેમાં છ એજન્સીઓએ ઓફર આપી હોવાનું સસ્પેન્સ ખુલ્યું છે. અલબત્ત, હજુ ટેક્નિકલ બીડ જ ખોલવામાં આવી છે, હવે પ્રાઈસ બીડ ખોલવા માટેનું કાઉન્ટ ડાઉન શરૂ થયું છે. એટલે, બ્રિજનો કોન્ટ્રાક્ટ મેળવવાની રેસમાં કોણ બાજી મારે છે, તે સસ્પેન્સ હજી અકબંધ છે.
પાલિકાએ હોપપુલના સ્થાને નવો બ્રિજ બનાવવા માટે મગાવેલી ઓફરમાં છ છ એજન્સીએ તૈયારી દર્શાવી છે. અહીં નોંધનીય હકીકત એ છે કે, હોપપુલને તોડીને સ્ક્રેપ લઈ જવા માટે પાલિકાએ ત્રણ-ત્રણ વખત ઓફર મગાવવી પડી હતી. પહેલી બે વારમાં તો કોઈ ફરક્યું જ ન હતું. છેવટે, અપસેટ વેલ્યુ ઓછી કરાતાં માંડ બે મુરતિયા મળ્યાં હતાં.
પાલિકાના બ્રિજ વિભાગનું કહેવું હતું કે, સોમવારે તેની ટેક્નિકલ બીડ ખોલવામાં આવી હતી. તેમાં રણજીત બિલ્ડકોન, રાજકમલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વિજય મિસ્ત્રી કન્સ્ટ્રક્શન કંપની, એસ.પી. સિંઘા કન્સ્ટ્રક્શન, દિનેશચંદ્ર અગ્રવાલ, સિમ્પ્લેક્સ ઇન્ફ્રા નામની એજન્સી ક્વોલિફાઈડ થઈ હતી.
નવો બ્રિજ આવો હશે
-હોપપુલના સ્થાને સાકાર થનારો નવો બ્રિજ જૂના બ્રિજની યાદને પણ તાજી રાખશે.
-બાર મીટર પહોળા બ્રિજમાં સાડા સાત મીટરની પહોળાઈ ચોકબજારથી અડાજણ-રાંદેર તરફ વાહનોને જવા માટે હશે. બાજુમાં ૩.પ મીટર પહોળો વોક-વે હશે.
-આ વોક-વેની બંને બાજુએ હોપપુલ જેવા જ ગર્ડરની ડિઝાઈનથી કવર કરાશે.
-બ્રિજમાં રિવરસાઈડ ઉપર અત્યાધુનિક ટેક્નિક ધરાવતો ફાઉન્ટેઈન પણ હશે. ચાઈનામાં નેનિંગ શહેરમાં આ પ્રકારે ફાઉન્ટેઈન સાથેનો બ્રિજ બનાવાયો છે તે રીતે આ નવો બ્રિજ હશે. જોકે,હોપપુલની રેપ્લિકા સાથે હોઈ પ્રાચીન અને આધુનિક સુરતનું મિક્સર જોવા મળશે.
અંદાજિત કિંમત પ૮.૯૯ કરોડ
હોપપુલના સ્થાને નવા બ્રિજ માટે છ ઓફર આવી છે. તેની પ્રાઈસબીડ આ અઠવાડિયામાં ખોલી દેવાશે. જોકે, પાલિકાએ આ બ્રિજના ખર્ચનો અંદાજ રૂ.પ૮.૯૯ કરોડ જેટલો માંડયો છે. એટલે, હવે છ એજન્સીઓની ઓફર્સ આ અંદાજિત રકમથી વધારે આવે છે કે ઓછી? તેમાં પણ કોણ મેદાન મારે છે? તેના ઉપર હવે મીટ મંડાઈ છે.
બે ખાડી બ્રિજનું કાઉન્ટ ડાઉન શરૂ
કુલ ૧૧ બ્રિજ-ખાડી બ્રિજના ટેન્ડર મગાવાયાં હતાં. તેમાં હોપપુલના સ્થાને નવા બ્રિજની ઓફરની સાથે બે ખાડી બ્રિજ માટે પણ ઓફર આવી છે. સરથાણાથી સિમાડા ખાડીને જોડવા માટે ખાડી ઉપર બ્રિજ બનાવવા માટે રોયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મગોબમાં ભાગ્યોદય ઇન્ડસ્ટ્રિયલ સોસાયટી પાસે ખાડી ઉપર બ્રિજ બનાવવા માટે પણ આ જ એજન્સીની ઓફર આવી છે. અલબત્ત, બંને ખાડી બ્રિજને માટે એક-એક ઓફર જ આવી છે. પ્રાઇસબીડ ખોલવાની બાકી છે, ત્યારે રિ-ટેન્ડરીંગ કરાય છે કે આ ઓફર સ્વીકારી લેવાશે? તેની ઉપર સૌની મીટ મંડાઈ છે.






