બારડોલી તાલુકાનાં સરભોણ ગામે છેલ્લા ધણા સમયથી કપિરાજનો આતંક જોવા મળી રહ્યો છે. આ વાનરો હુમલા કરી માણસને ઈજા પહોંચાડી રહ્યાં નથી, પરંતુ ખેતીના પાકને પણ નુકસાન પહોંચાડે છે. ઉપરાંત કામ ધરોને નુકસાન થઈ રહ્યું છે.
આ અંગે મળતી માહિતી અનુસાર છેલ્લા ઘણાં સમયથી ૧૦થી ૧૨ વાનરો આતંક મચાવી રહ્યા છે. આ વાનરો માણસ પર હુમલો કરતા નથી, પરંતુ કાચા ઘરના સિમેન્ટના પતરાં અને નળિયા ફોડી રહ્યા છે, જેને લઈ ગ્રામજનો ત્રાસી થઈ ગયો છે.
સરભોણના દેસાઈ ફિળયા, લુહાર ફિળયા, સોનીફિળયા, પટેલ ફિળયા, બજાર ફિળયા વિસ્તારમાં વાનરોનો ત્રાસ વધારે છે. વાનરોના કારણે ઘરને નુકસાન તો પહોંચે જ છે. આ સાથે વાનરોનું ટોળું ઘણીવાર ઘરનાં વાડા ઉપરાંત ગામને અડીને આવેલા ખેતર વિસ્તારમાં ઘુસી જાય છે અને ત્યા શાકભાજી ઉપરાંત ફળફળાદિને પણ નુકસાન પહોંચાડે છે. આ બાબતે વનવિભાગ યોગ્ય કાર્યવાહી કરે અને કપિરાજના ત્રાસમાંથી છુટકારો કરાવે તેવી ગ્રામજનો માગ કરી રહ્યા છે.
કેટલીયે ચીજવસ્તુઓ રહેવા દેતા નથી
આ અંગે સરભોણ ગામના રહેવાસી મુકેશ દેસાઈ ઘરના આંગણાં ખાવાની ચીજવસ્તુ કે અનાજ તડકે મુકવામાં આવે છે. તો આ વાનરો તેનો બગાડ કરે છે. જ્યારે ઘર વાડામાં આખા તેમજ અન્ય ફળફળાદીને પણ નુકસાન પહોંચાડે છે.