Divya Bhaskar
DAXIN GUJARAT
Home » Daxin Gujarat » Latest News » Surat City » Molestation With Six Children By Sport Counselor

સુરતમાં છ બાળકો સાથે અડપલા, શિક્ષણ જગતમાં ખળભળાટ

Bhaskar News, Surat | Jan 10, 2013, 01:06AM IST
સુરતમાં છ બાળકો સાથે અડપલા, શિક્ષણ જગતમાં ખળભળાટ
- છ બાળકો સાથે સ્પોર્ટસ કાઉન્સલરે અડપલા કર્યા હોવાના ગંભીર આક્ષેપ
 
સુરતના ઘોડદોડ રોડ સ્થિત સેન્ટ ઝેવિયર્સ શાળામાં આધેડ વયના માનદ સ્પોર્ટસ કાઉન્સિલરે પ્રાઇમરી શાળાના ૬ જેટલા બાળકો સાથે અડપલાં કર્યા હોવાના વાલીના ગંભીર આક્ષેપથી શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. ધોરણ-પના બાળકને એકાંતમાં લઇ જઇને તેની સાથે સ્પોર્ટ્સ કાઉન્સિલરે બિભત્સ અડપલાં કર્યા હોવાનો ગંભીર આક્ષેપ વાલીઓ દ્વારા કરાયો છે. શાળાના પ્રિન્સીપાલ ફાધર ચાર્લ્સે આ મામલે વાલીઓએ ફરિયાદ કરી હોવાની વાતને સમર્થન આપ્યું હતું. આ ચોંકાવનારી ઘટનાને પગલે શાળા સંચાલકોમાં દોડધામ મચી ગઈ છે.
 
સેન્ટ ઝેવિયર્સમાં માનદ્ સેવા આપતા સ્પોર્ટ્સ કાઉન્સિલરે શાળાના બાળકોને એકાંતમાં બિભત્સ અડપલાં કર્યા હોવાનું ધ્યાન પર આવતાં જ વાલીઓએ પ્રિન્સીપાલ ફાધર ચાર્લ્સને રજૂઆત કરી હતી. જોકે હાલમાં પ્રાઇમરી શાળાના બાળકોની પરિક્ષા ચાલી રહી હોવાને કારણે બે દિવસ પછી ઇન્કવાયરી શરૂ કરનાર હોવાનું તેમણે જણાવ્યું હતું.છ બાળકો સાથે અડપલાં થયા હોવાની ચોંકાવનારી વિગત વાલી મારફત જાણવા મળી હતી.અલબત્ત આ મામલે વાલી પોતાની સામાજિક પ્રતિષ્ઠાની બદબોઇ ન થાય તે માટે ખુલ્લેઆમ ફરિયાદ કરતાં ડરી રહ્યાં છે.
 
- સ્પોર્ટ્સ કાઉન્સિલરે બાળકને એકલામાં લઇ જઇને અડપલાં કર્યા
 
મંગળવારનાં રોજ સાંજે ધો. પના બાળકોને સ્પોર્ટસ એકિટવીટીનો કલાસ પૂરો થયા બાદ સ્પોર્ટ્સ કાઉન્સિલર બાળકને એકાંતમાં શાળાના ડાન્સિંગ રૂમમાં લઇ ગયા હતાં. તે સ્થળે જઇને બાળક સાથે અડપલાં કર્યા હતાં. બાળકે તેના ઘરે જઇને વાલીને ફરિયાદ કરતાં વાલી પણ ચોંકી ગયા હતાં. તેઓએ સવારનાં સુમારે ત્વરિત વરાછાના રાજકીય આગેવાનનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ આ વાલીએ દિવ્ય ભાસ્કરને તમામ ચોંકાવનારી હકીકત ટેલિફોન પર જણાવી હતી.
 
BalGopal Photo Contest
Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
6 + 5

 
Advertisement
BalGopal Photo Contest

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

 
Email Print Comment