ગુજરાત ટુરિઝમને દેશ-દુનિયા સુધી લઈ જવા માટે રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અભિનેતા અમિતાભ બચ્ચનને રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે.
જોકે વરાછા-કાપોદ્રાના એક દુકાનદારે પોતાની દુકાનમાં વેચાતા મોબાઇલ સીમકાર્ડના માર્કેટિંગ માટે ખુદ મોદીને જ 'બ્રાન્ડ એમ્બેસેડર’ બનાવી દઈ કેમ્પેઇન શરૂ કરી હતી.
આ કેમ્પેઇનમાં તેમણે મોદીના શબ્દે શબ્દોનો આશ્ચર્યજનક રીતે ઉલ્લેખ કર્યો છે. જેમાં રાજ્યમાં પરિવર્તનનું મોજું ફૂંકવાની વાતો કરતા મુખ્યમંત્રીનો આ પરિવર્તન શબ્દ વાપરીને એણે 'કરો પરિવર્તન ગુજરાતનું...’ સૌથી સસ્તુ અને સૌથી વધુ જેવું સૂત્ર મૂકીને મુખ્યમંત્રીની વાક્છટાનો સંપૂર્ણ લાભ લીધો છે.