Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
 

પક્ષીઓનો રજનીકાંત જોવો છે? ચાલો ગવિયર!

Source: Mirani Patel, Surat   |   Last Updated 12:04 AM [IST](12/02/2012)
 
 
 
|  
ખાનગી ધોરણે વિકસિત રાજ્યના પહેલા તળાવમાં વિદેશથી ૫૦૦થી વધુ પક્ષીઓ શિયાળામાં મહેમાન બને છે

ઘણા ઓછા સુરતીઓને ખ્યાલ હશે કે સુરતમાં પણ મિની નળ સરોવર છે જેમાં વર્ષે ૫૦૦થી વધુ વિદેશી પક્ષીઓ આવે છે. નેચર ક્લબ દ્વારા ગવિયર પાસે વિશાળ સરોવર વિકસાવવામાં આવ્યુ છે. જેમાં શિયાળામાં વિદેશી પક્ષીઓ સુરતની આબોહવાની મજા માણે છે.

સુરતનું જમણ ફકત માનવીઓમાં જ નહીં પરંતુ પક્ષીઓમાં પણ એટલું જ ફેમસ છે. યુરોપ, રશિયા જેવા હિમ દેશો જ્યારે બરફાચ્છાદિત થઇ જાય છે ત્યારે પક્ષીઓ પ્રવાસ કરીને સુરત આવીને ફિશીંગ કરે છે. કોઇ ઉડતા ઉડતા પાણીમાં ડાઇવ મારે તો, પાણીની સપાટી પર રહીને ડોકી અંદર બોળીને માછલી પકડે, જ્યારે સ્નેક બર્ડ પાણીમાં સાપની જેમ તરે અને હવામાં શેફ જેમ રુમાલી રોટી ઉછાળે તેમ ફિશને હવામાં ઊંચે સુધી ઊછાળીને સીધી ગળામાં ઉતારવાની ખાસિયત ધરાવતું યુરોપીયન પક્ષી પણ આ તળાવમાં આવે છે. જ્યારે કિંગ ફિશરથી લઇને બર્ડ હંટર પર્પલ હેરોન, ઓપન બીલ સ્ટ્રોક જેવા ૩૦ જેટલી અલગ અલગ જાતના વિદેશી પક્ષીઓ શિયાળામાં ગવિયરના તળાવમાં આવે છે.

થોડા વર્ષો પહેલાં જ આ જગ્યા પર તળાવ બનાવવામાં આવ્યું હતું, જેનું પાણી આજુબાજુના ચાર ગામડાઓમાં હજુ પહોંચાડવામાં આવે છે. આ અંગે નેચર ક્લબના પ્રેસિડેન્ટ સ્નેહલ પટેલ કહે છે,‘જાન્યુઆરી,ફેબ્રુઆરી મહિનામાં પ્રવાસી પક્ષીઓ અહીં આવીને નેસ્ટિંગ કરે તે માટે અમે આ તળાવ ડેવલપ કર્યું છે. આ તળાવની ફરતે ૧૦૦૦ જેટલા એવા વૃક્ષો છે જેમાં પક્ષીઓ નેસ્ટિંગ કરી શકે અને તેના ફૂલ ખાઇ શકે. આ તળાવની બીજી ખાસિયત એ છે કે તળાવનું પાણી આજુબાજુના ચાર ગામડાંઓમાં ટ્રીટ કરીને પહોંચાડવામાં આવે છે.

અમે અવાર નવાર આ વિશે બાળકોને માહિતગાર કરવા કેમ્પ પણ રાખીએ છીએ.’ સૂર્યોદય સાથે પક્ષીઓનું ટોળું આકાશમાં સફર કરીને તળાવની માછલી પર હુમલો કરે. સુરતમાં આ દ્રશ્ય ભાગ્યે જ જોવા મળે. સિમ્ગા સ્કૂલના ભૂતપૂર્વ પ્રિન્સપાલ અને બર્ડ વોચર નિર્મલા ચાથોથ કહે છે,‘હું પક્ષીઓને જોવા ૧૭ દેશોમાં ફરી છું. સુરતમાં દરેક પ્રકારના પક્ષીઓ,બતક,બગલા જોવા મળે છે. તેમાં પણ ખાસ કરીને સ્નેક બર્ડ છે, ઓપનબીલ છે જેને ગવિયરનું તળાવ માફક આવી ગયું છે.’ તસવીર : હેતલ શાહ
 

રજની સ્ટાઇલમાં માછલી ખાય છે સ્નેક બર્ડ પાણીમાં સાપની જેમ તરે છે અને માછલીને પકડીને રજનીકાંત સ્ટાઇલમાં ગળામાં સરકાવે છે. એટલે કે મોંમા માછલી પકડે હવામાં એ રીતે ઉછાળે કે તેના મોંમા આડા અવળી નહીં ઊભી જ માછલી ગળામાં સીધી..ઉતરી જાય.
 

કુદરતી બોડી લોશનવાળા પક્ષી ગાડવોલને પૂંછડીમાંથી તેલ ઝરતું હોય છે તેને આખાં શરીર પર લગાડે તેથી પાણી તેના શરીર પર ચોંટતુ નથી અને તે પાણીમાં મજાથી તરતું રહેતું હોય છે. તેનાથી વિરુદ્ધ કોરમોરેન્ટ માણસની જેમ ઊંડે સુધી તરીને માછલી પકડે છે. પણ બીચારાને પાંખ સુકવવા માટે કલાકો સુધી લાકડા પર બેસી રહેવું પડે છે.
 

યહાં કે હમ શહેનશાહ માર્શરીયર અને ઓશ્પરીની ધાક એટલી ભયાનક છે કે ૧૦૦ પક્ષીઓનું ટોળું જો તળાવમાં આરામ ફરમાવતું હોય ત્યારે આ બંને મહાશયોને ૩૦૦ મીટર દૂરથી જોતા જ પક્ષીઓ ઉડી જાય છે. કારણ કે આ બંને પક્ષીઓ ૨ કિલો જેટલો ભારી શિકાર પકડીને ઉડી શકે છે. પાણી પર પોતાના માત્ર પગ જ રાખીને પોતાનો શિકાર પકડે છે.
 

મારું મોઢું તો ખુલ્લુ જ રહે માણસનું મોઢું ખુલ્લુ રહે તો પાણી ટપકે, જ્યારે ઓપન બીલ સ્ટ્રોક નામનું પક્ષીની ચાંચ ખુલ્લી રહે છે. તેની આ ખૂબીના કારણે માછલા અને દેડકાંનો શિકાર આસાનીથી થાય છે અને આ રીતની ચાંચના કારણે શિકારની સાથે પાણી નિતરી જાય છે. આ રીતે પાણી નીતરી જવાને કારણે બીલસ્ટ્રોકને શિકાર કરવામાં આસાની રહે છે.
 

સોલોને ગમે છે ગ્રુપ સોલો નામની માત્ર ત્રણ ઇંચ જેટલી આ નાનકડું પક્ષી છે...ક યુરોપથી પ્રવાસ કરીને સુરત આવે છે અને હવામાં ઉડતા જીવડા પકડી ખાય છે. આ સોલો ક્યારેય સોલો નથી રહેતું તે ગ્રુપમાં જ રહે છે. માણસની જેમ પક્ષીઓ પણ એકલા નથી રહી શકતા તેનું આ ઉદાહરણ છે. જે સંપ ત્યાં જંપનો બોધ પણ આપે છે.
 

મારું ઘર તો ઘાસમાં છે પર્પલ મૂરહેન કે જે કૂકડા જેવું પક્ષી છે તે તળાવની ફરતે રહીને જીવજંતુઓ ખાય છે અને લાંબા ઘાસમાં પોતાનો માળો બનાવે છે. પક્ષીઓ પોતાના માળા સામાન્ય રીતે ઘાસથી ઘર બનાવતા હોય છે ત્યારે આ પક્ષી તો ઘાસમાં ઘર બનાવે છે. પર્પલ મૂરહેન ઉર્ફે આપણા દેશી કુકડાભાઈને અહીં વિદેશી જમીન પર સારૂં ફાવી ગયું છે.
 

વિદ્યાર્થીઓ માટે કેમ્પ શહેરથી માત્ર ૭ કિલોમીટરે તળાવ છે. આ રાજ્યની એકમાત્ર ખાનગી ધોરણે વિકસિત બર્ડ કેમ્પ સાઇટ છે. વિદ્યાર્થીઓ માટે કલાસરૂમ જેવું બનાવીને પક્ષીઓની ઓળખ માટેની ઓરડી બનાવી છે. સ્નેહલ પટેલ,પ્રેસિડેન્ટ, નેચર ક્લબ સુરત.
 
 
 
 
 
 
|  
 
 

Your Opinion

 

Code :
2 + 9

(2)
Latest | Popular
 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

Jism 2
उफ ये गरमी....!
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.