વ્યારા તાલુકાના છેવાડે આવેલા ઘાણી ગામે ડુંગરી ફિળયા ખાતે રહેતો નામચીન બુટલેગર નરેશભાઈ સોમાભાઈ રાઠોડ દારૂને વેપલો પૂરજોશમાં ચલાવી રહ્યો હોવાની ફરિયાદ વ્યારા પીઆઈ ડી. જી. કંથારિયાને મળી હતી. જેના આધારે બુધવારે વ્યારા પીઆઈ તથા સ્ટાફે ડુંગરી ફિળયા ખાતે રેડ કરી હતી.
આ દરોડામાં બુટલેગર નરેશના ઘરમાંથી બિયરની ૨૬ પેટી કિંમત રૂપિયા ૧૮,૭૨૦ અને રોયલ ડિલકસ સ્પે. ૨૪ પેટી કિંમત રૂપિયા ૩૪,૫૬૦ મળી કુલ રૂપિયા ૫૩,૨૮૦ રૂપિયાનો દારૂ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસના દરોડા દરમિયાન બુટલેગર નરેશભાઈ રાઠોડ ફરાર થઈ ગયો હતો. પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો.