Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Daxin Gujarat >> Latest News >> Surat City
 

પરવાનગી વગરનું બાંધકામ અટકાવાયું

 
Source: Bhaskar News, Bardoli   |   Last Updated 1:48 AM [IST](02/09/2010)
 
 
 
 
 
બારડોલી લિનિયર બસ સ્ટેન્ડની બાજુમાં ચાલતું ગેરકાયદે બાંધકામ વહીવટી તંત્રને મોડમોડે નજરમાં આવ્યું

પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર સ્થળ પર હાજર રહ્યા

બારડોલી નગરમાં લિનિયર બસ સ્ટેન્ડની બાજુમાં છેલ્લા ઘણા સમયથી પાલિકાની પરવાનગી વગર બાંધકામ કરવામાં આવી રહ્યું હતું. આ અંગે નોટિસ પણ આપવામાં આવી હતી. છતાં બાંધકામ કરવામાં આવતાં બુધવારે સાંજે ચીફ ઓફિસર અને પ્રમુખ સ્થળ પર જઈ તાત્કાલિક બાંધકામ અટકાવવા સૂચન કર્યું હતું. જોકે, ગાંધીરોડની બાજુમાં ઓફિસનું બાંધકામ ઘણા સમયથી દબાણ સાથે કરાયું હોવા છતાં અધિકારીઓ કે શાસકોને ધ્યાનમાં ન આવ્યું હોય જે અંગે પણ શંકા કુશંકા ઊઠી રહી છે.

બારડોલી નગરમાં ગાંધીરોડ પર ઘણા સમયથી ગેરકાયદે બાંધકામનો રાફડો હોવા છતાં પાલિકાના અધિકારીઓ અને શાસકોએ આંખે પટ્ટી ધારણ કરી હતી. જોકે, બુધવારે પાલિકાના નચીકેતા દવે અને પ્રમુખ શાંતિલાલ પટેલને અચાનક નગરમાં ગાંધીરોડ પર લિનિયર બસ સ્ટેન્ડની બાજુમાં ઘણા સમયથી ચાલતા બાંધકામને અટકવવા ઘટના સ્થળે પહોંચી ગયા હતાં.

જોકે, સિટી સરવે નંબર ૬૩૮૭માં થતા બાંધકામ અંગે પાલિકાની પરવાનગી પણ ન લેતા ૨૦મી ઓગસ્ટના રોજ બાંધકામ અટકાવવા નોટિસ પણ આપવામાં આવી હોવાનું બાંધકામ વિભાગ દ્વારા જાણવા મળ્યું છે. પરંતુ નોટિસની અવગણના કરી બાંધકામ ચાલુ રાખતા ચીફ ઓફિસર નચીકેતા દવેએ બુધવારે સાંજે ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક બાંધકામ અટકાવાવનું જણાવ્યું હતું.

આ બાંધકામ છેલ્લા ઘણા સમયથી થતું હોવા છતાં કોઈ અસરકારક પગલાં લેવાયા ન હતાં. ત્યારે અનેક શંકા કુશંકા પણ જન્મી રહી છે. અધિકારી અને પ્રમુખ જ્યારે ઘણા સ્થળે બાંધકામ અટકાવ્યું છે ત્યારે બાંધકામ બંધ થશે ખરું ? કે પછી છુપા આશીર્વાદની ભાવના રાખવામાં આવશે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 7


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.