Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Daxin Gujarat >> Latest News >> Surat City
 

ગુપ્તા ડાઇંગના ચાર યુનિટ પર વેટના દરોડા

 
Source: Bhaskar News, Surat   |   Last Updated 2:16 AM [IST](24/08/2010)
 
 
 
 
 

સુરત વેટ કચેરી દ્વારા ગુપ્તા ડાઇંગ પર ચાર સ્થળો પર દરોડા કાર્યવાહી કરવામાં આવી હતી. તા.૧૭ ઓગસ્ટના રોજ કરવામાં આવેલી દરોડા કાર્યવાહીમાં સવા બે કરોડની વેટની ડ્યૂટી ચોરી ઝડપાઈ છે. ગુપ્તા ડાઇંગ પર કરવામાં આવેલી ઉક્ત દરોડા કાર્યવાહી બાદ શહેરના ટોચના યાર્નના વેપારીઓમાં સોપો પડી ગયો છે.


એક અંદાજ મુજબ શહેરમાં R ૫૦ કરોડ કરતાં વધારાની વેટચોરી આચરવામાં આવી રહી છે. ગુપ્તા ડાઇંગ પર દરોડા કાર્યવાહી ગાંધીનગરના ઇશારે કરવામાં આવતાં હવે પછીના દિવસોમાં વધુ મોટા યાર્નનાં યુનિટો સાણસામાં આવવાની સંભાવના છે. ગુપ્તા ડાઇંગના સંચાલકોની રિંગ રોડસ્થિત ઓફિસ અને તેના કામરેજ ખાતેનાં ડાઇંગ હાઉસ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.


ગુપ્તા ડાઇંગ હાઉસના સંચાલકો દ્વારા યાર્ન બનાવવા માટેની ચપિ્સની ખરીદી સુરતમાંથી કરવામાં આવતી હતી. યાર્ન બનાવવાની કામગીરી સેલવાસના યુનિટ અથૉત ગુજરાતની બહાર કરવામાં આવતી હતી. સેન્ટ્રલ ટેરેટરીમાંથી ઉક્ત તૈયાર માલને ફરી સુરતમાં લાવીને પ્રોસેસ કરવામાં આવતો હતો. ગુપ્તા ડાઇંગ હાઉસ સંચાલકો દ્વારા ઉક્ત તૈયાર માલ પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઇટીસી) લઈ લેવામાં આવતી હતી. દરમિયાન નિયત આઇટીસી કરતાં ગુપ્તા ડાઇંગના સંચાલકો વધુ આઇટીસી લેતા હોવાની વિગતો દરોડા કાર્યવાહી દરમિયાન પ્રકાશમાં આવી છે.


યાર્ન પર પાંચ ટકા એન્ટ્રી ટેક્સ ન ભરાતો હોવાનું ઝડપાયું


આ ઉપરાંત ગુપ્તા ડાઇંગ હાઉસના સંચાલકો દ્વારા ગુજરાતમાં જે તૈયાર યાર્ન લાવવામાં આવતું હતું. તેના પર પાંચ ટકા જેટલો એન્ટ્રી ટેક્સ પણ ભરવામાં આવતો ન હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. ગુજરાતની બહારથી આવતા યાર્ન પર પાંચ ટકા જેટલો એન્ટ્રી ટેક્સ લાગુ કરવામાં આવ્યો છે.


...તો યાર્નની ડ્યૂટીચોરીનો આંક પચાસ કરોડની ઉપર જવાની વકી


ગુપ્તા ડાઇંગ હાઉસ પર યાર્નના વિવાદી પ્રકરણમાં જે રીતે ડ્યૂટી ઇવેઝન ઝડપવામાં આવ્યું તે રીતે શહેરમાં નેવું ટકા જેટલી યાર્ન બનાવતી પેઢીઓ દ્વારા ઇનપુટ ટેક્સ ક્રેડિટ તેની નિયત સીમા કરતાં વધારે લેવામાં આવી રહી છે. આંતરરાજ્ય પ્રોસેસિંગના કિસ્સામાં આઇટીસી બે ટકા જેટલી મળે છે.


આ મામલો હાલમાં વિવાદી છે. સુરતમાં યાર્નની પેઢીઓ ચારથી પાંચ ટકા જેટલી આઇટીસી મેળવતી હોવાનું કહેવાય છે. ગુપ્તા ડાઇંગ પર કરવામાં આવેલા કેસ અંતર્ગત શહેરમાં પ્રતિ વર્ષ રૂ.૫૦ કરોડ કરતાં વધારેનું ડ્યૂટી ઇવેઝન ઝડપાવાની સંભાવના છે. સુરત વેટ કચેરીને ગુપ્તા ડાઇંગના કેસમાં સફળતા મળતાં રાજ્યના ચીફ કમિશનર દ્વારા વધુ યુનિટોને સાણસામાં લેવાનો આદેશ આપ્યો હોવાની વિગતો જાણવા મળી છે.


ડ્યૂટી ઇવેઝનનો આંક સવા બે કરોડને પાર જશે


ગુપ્તા ડાઇંગ પર કરવામાં આવેલા દરોડામાં સંખ્યાબંધ હિસાબી વ્યવહારો જપ્ત કરવામાં આવ્યા છે. તેમાં સવા બે કરોડ કરતાં વધારેનું ડ્યૂટી ઇવેઝન બહાર આવવાની સંભાવના છે. હાલમાં તપાસ કાર્યવાહી ચાલી રહી હોવાને કારણે આ મામલે વધારે કાંઈ કહી શકાય તેમ નથી. - કે.ડી. દેસાઈ, ડેપ્યુટી કમિશનર, એન્ફોર્સમેન્ટ.


 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
6 + 6


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.