Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Daxin Gujarat >> Latest News >> Surat City
 

લગ્ન પહેલા કન્યા બની પ્રેગ્નન્ટ! લગ્નમાં બની અણધારી ઘટના

 
Source: Bhaskar News, Mandvi   |   Last Updated 8:01 PM [IST](12/02/2012)
 
 
 
 
 

માંડવીના બૌધાન ગામે જાનૈયાઓની નાચવા બાબતે સ્થાનિક સાથે બબાલ થઈ હતી દરમિયાન કન્યા અને વર વચ્ચે પણ ઝઘડો થયો હતો

માંડવી તાલુકાના બૌધાન ગામે જાન લઈને આવેલા વસાવા પરિવારના માણસો સાથે  સ્થાનિક લોકો સાથે નાચવા બાબતે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન વણસેલી પરિસ્થિતિમાં વર-કન્યા વચ્ચે પણ ઝઘડો થઈ ગયો હતો. આથી કન્યાએ વરરાજાને થપ્પડ મારી દીધી હતી. જેથી વરરાજાએ લગ્નની ના પાડી કુટુંબીજનો સાથે રવાના થઈ ગયો હતો, આથી કન્યાએ પરણવા આવેલા યુવક તથા તેના માતા-પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં આગળની તપાસ હાથ ધરાઇ છે.

બાૈધાન ગામે બ્રાહ્નણ ફિળયામાં રહેતાં એક નગરજનની ૨૨ વર્ષીય પુત્રીના આજથી દોઢેક વર્ષ પહેલાં ઉમરપાડા તાલુકાનાં કેવડી સ્ટેશન ફિળયામાં રહેતા મંગાભાઈ મણીલાલ વસાવાના પુત્ર અનિલભાઈ વસાવા સાથે સામાજિક રીતરિવાજ મુજબ સગાઈ થઈ હતી. ત્યારબાદ લગ્ન કરવાનું નક્કી કરાયું હતું.

થોડા સમયમાં જ અનિલ વસાવાની માતા વેસ્તીબેનની તબિયત બગડતાં ભરૂચ ખાતે સારવાર હેઠળ દાખલ કરી હતી, જેમની સેવાચાકરી માટે યુવતીને ભરૂચ બોલાવાઈ હતી અને ભાવિ પતિ-પત્ની સાથે રહેતા હતા. અનિલ થોડા સમયમાં લગ્ન કરવાના હોય યુવતી સમક્ષ શરીર સંબંધની માગ કરી હતી અને શરીર સંબંધ ન બાંધે તો લગ્ન ન કરવાની ધમકી પણ આપી હતી.

આમ યુવતીની મરજી વિરુદ્ધ અવારનવાર શરીર સંબંધ બાંધતા ગર્ભ રહી ગયો હતો, પરંતુ સાસુએ દેશી ઉપચાર કરી ગર્ભનો નાશ કરાવી દીધો હતો. ૫ ફેબ્રુઆરીના રોજ સગા સંબંધીઓને લઈને જાન લઈને આવ્યા હતા, પરંતુ ગામના માણસો સાથે નાચવા બાબતે બોલાચાલી સાથે ઝઘડો થયો હતો.

વરપક્ષ સામે છેતરપિંડીની ફરિયાદ

બોલાચાલીમાં કન્યાએ વરરાજાને થપ્પડ મારી દેતાં વરરાજા, તેના માતા-પિતા સહિત જાનૈયાઓ રવાના થઈ ગયા હતા. આથી કન્યાએ લગ્ન પહેલા શરીર સંબંધ બાંધનારા તથા પરણ્યા વગર રવાના થઈ જનારા વરરાજા, તેના પિતા મંગાભાઈ વસાવા, માતા , વરરાજાની બહેન તથા સવિતાબેન વસાવા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ કરી હતી.

તમારો મત 

સંબંધિત સમાચાર તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.



 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
3 + 10


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

Jism 2
उफ ये गरमी....!
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.